સંદેશના ચીફ એક્ઝિક્યુટીવ એડિટર મહેશ લિલોરિયાએ એબીપીએલ ગ્રૂપની મુલાકાત લીધી

Wednesday 04th December 2019 05:40 EST
 
 

ગુજરાતના અગ્રણી અખબાર ‘સંદેશ’ના ચીફ એક્ઝિક્યૂટિવ એડિટર મહેશ લિલોરિયા બ્રિટનની સામાન્ય ચૂંટણીના કવરેજ માટે લંડનની મુલાકાતે આવ્યા છે. તેમણે યુરોપના સૌ પ્રથમ અને અગ્રણી ગુજરાતી સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’ની હેડ ઓફિસની મુલાકાત પણ લીધી હતી. મહેશ લિલોરિયા ૧૫મી ડિસેમ્બર સુધી લંડનમાં છે. સામાજિક અગ્રણીઓ અને પત્રકાર મહાનુભાવોની પણ તેઓ મુલાકાત લેશે. મહેશ લિલોરિયાનો 07875 229 220 અથવા [email protected] પર સંપર્ક કરી શકાશે.


    comments powered by Disqus