સંસ્થા સમાચાર

Wednesday 04th December 2019 04:54 EST
 

બ્રહ્માકુમારીઝ, ગ્લોબલ કો ઓપરેશન હાઉસ, 65-69, પાઉન્ડ લેન, લંડન NW10 2HN ખાતેના કાર્યક્રમો - તા.૫.૧૨.૧૯ સાંજે ૭થી ૮.૩૦ દરમિયાન ઘાનાના નેશનલ કો-ઓર્ડિનેટર ડો. ગ્રેસ લીપેઝ – ચાર્લ્સનું ‘ફ્રી ફ્રોમ ઈનર રેઝિસ્ટન્સ’ વિષય પર પ્રવચન - તા.૧૨.૧૨.૧૯ સાંજે ૬.૪૫થી ૮.૪૫ દરમિયાન કેન્ડલ લાઈટ મેડિટેશન, જેમાં મેડિટેશન, મ્યુઝિક અને હળવા નાસ્તાનો લાભ મળશે - સંપર્ક. 020 8727 3350

બ્રહ્માકુમારીઝ, ક્લેફામ દ્વારા રાજયોગ મેડિટેશન કાર્યક્રમનું હેઝલેમર હોલ, 2 એ હેઝલેમર રોડ, ક્રોયડન CR7 7BE ખાતે આયોજન કરાયું છે. તા. ૮.૧૨.૧૯ રવિવારે બપોરે ૩.૩૦થી સાંજે ૬ દરમિયાન પાવર્સ અને પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ, નાસ્તાનો લાભ મળશે. 020 7738 9270

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૮.૧૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા.૮.૧૨.૧૯ સાંજે ૭.૩૦ વાગે ગીતા જયંતીની ઉજવણીનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901.

શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, 3 – 9, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781

ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતેના ડિસેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા. ૭ સાંજે ૫ અને તા.૮ સાંજે ૭.૩૦ પંડિત રામગોપાલ ફેસ્ટિવલ – આર્ટ એક્ઝિબિશન અને કથક એક્સ્ટ્રાવેગેન્ઝા જેમાં જાણીતા કથક કલાકારો ભાગ લેશે. સંપર્ક. 020 7381 3086

નહેરુ સેન્ટર યુકે ૮ એસ, ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતેના ડિસેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૬ સાંજે ૬.૩૦ વર્ડ્ઝ, મ્યુઝિક અને પોએટ્રી અંતર્ગત મેહતાબ મલ્હોત્રા દ્વારા ગઝલો - તા. ૯ સાંજે ૬.૩૦ એન્ડ્ર્યુ વ્હાઈટહેડ લિખિત ‘ધ લાઈવ્ઝ ઓફ ફ્રેડા બેદી’ - ફ્રેડા બેદીની રાજકીય, આધ્યાત્મિક અને વ્યક્તિગત યાત્રા વિશેના પુસ્તકનું વિમોચન ફિલ્મ અભિનેતા કબીર બેદીની માતા અને ઈંગ્લિશ મહિલા ફ્રેડા બેદી ભારતની સ્વાતંત્ર્ય લડત ને ટેકો આપવા માટે જેલમાં ગયા હતા. ૧૯૩૦ના દાયકામાં વિદ્યાર્થી તરીકે ફ્રેડાએ શીખ સાથી વિદ્યાર્થી બી પી એલ બેદી સાથે લગ્ન કર્યા હતા. તેઓ તિબેટીયન બૌદ્ધ સાધ્વી બની ગયા હતા - તા.૧૩ સાંજે ૬.૩૦ શિવશક્તિ - સ્વરૂપ મેનન અને સૌભાગ્ય રાજાલોજન દ્વારા ભરતનાટ્યમ. સંપર્ક. 020 7491 3567

• પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતી નિમિત્તે વિશેષ કાર્યક્રમ

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર બર્મિંગહામદ્વારા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું તા.૭.૧૨.૧૯ શનિવારે બર્મિંગહામ પ્રગતિ મંડળ (BPM) ૧૦, સેમ્પસન રોડ, સ્પાર્કબ્રુક B11 1JL ખાતે આયોજન કરાયું છે. સાંજે ૫.૩૦થી ૭ મહાપ્રસાદ અને સાંજે ૭થી ૯ ભવ્ય ઉત્સવ સભા યોજાશે. સંપર્ક. 07767 884 636


comments powered by Disqus