ઈદે ઇન્શાઅલ્લાહ નહીં કહે સલમાન ખાન?

Friday 06th September 2019 07:02 EDT
 
 

બોલિવૂડના દબંગ સલમાન ખાન અને આલિયા ભટ્ટને ચમકાવતી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’ ઇદના પર્વએ રિલીઝ થવાની હતી, પણ સલમાન ખાને એક ટ્વિટથી સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ આગળ ઠેલાઈ છે, પણ હજી પણ હું તમને બધાને ઇદ ૨૦૨૦ની ઈદે મળીશ. ચર્ચા છે કે સલમાને આખરે આ ફિલ્મ છોડી દીધી છે અને એનું કારણ એક હિરોઇન છે. ચર્ચા છે કે સલમાન અને સંજય લીલા ભણસાલી વચ્ચે એક હિરોઈનના કારણે મતભેદ ચાલી રહ્યો છે. હાલમાં આ ફિલ્મને ડબ્બામાં મુકાઈ છે અને સલમાને આ પ્રોજેક્ટ છોડી દીધો છે. કહેવાઈ રહ્યું છે કે, સલમાન આ પ્રોજેક્ટમાં જરૂર કરતાં વધારે દખલગીરી કરતો હતો જે ભણસાલીને પસંદ આવ્યું નહીં. બોલિવૂડમાં ચર્ચા છે કે સલમાન ખાન આ ફિલ્મમાં ડેઇઝી શાહનું કાસ્ટિંગ કરાવવા માગતો હતો અને સંજય લીલા ભણસાલી આ માટે તૈયાર નહોતા. આ મુદ્દે તેમની વચ્ચે અંટસ થઈ અને આ પ્રોજેક્ટમાંથી સલમાન ખસી ગયો છે. જોકે એક અહેવાલ એ પણ છે કે સલમાન અને સંજય બંને આ પ્રોજેક્ટમાં સાથે કામ કરી રહ્યા નથી, પરંતુ તેમના સંબંધોમાં કડવાશ આવી નથી. બોલિવૂડના અપડેટ્સ પ્રમાણે સલમાને આ પ્રોજેક્ટ છોડ્યા પછી રણવીર સિંહ તેની જગ્યા લઈ શકે છે. બીજી તરફ ઈદ પર ‘કીક–૨’ અથવા સુભાષ ઘાઈ સલમાન ખાનને લઈને જે ફિલ્મ બનાવી રહ્યા છે એ પણ રિલીઝ થઈ શકે છે.


comments powered by Disqus