દાદીમાનું વૈદુંઃ નસકોરી

ઘરગથ્થુ ઉપચારો વડે મટાડો નસકોરી

Sunday 08th September 2019 06:45 EDT
 
 

• નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમ જ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે

• નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે, કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે

• લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબૂદ થાય છે

• નસકોરી ફૂટે તો શેરડીના રસનાં ટીપાં, કાંદાના રસનાં ટીપાં, ગાયના ઘીનાં ટીપાં, દૂધનાં ટીપાં, ખાંડના પાણીનાં ટીપાં, દ્રાક્ષના પાણીનાં ટીપાં, ઠંડા પાણીનાં ટીપાં, ગમે તે એક વસ્તુનાં ટીપાં નાકમાં નાખવાથી લોહી પડતું બંધ થાય છે

• નસકોરી ફૂટે તો ફટકડીનું ચૂર્ણ સૂંઘાડવું અને ફટકડીનું પાણી નાકમાં નાખવાથી લોહી તરત બંધ થાય છે

• ઘઉંના લોટમાં સાકર અને દૂધ મેળવી પીવાથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે

• મરીને દહીં અને જૂના ગોળમાં મેળવીને પીવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે

• કેરીની ગોટલીનો રસ નાક વડે સૂંઘવાથી નાકમાંથી લોહી નીકળતું બંધ થાય છે

• દૂધીનો રસ મધ અથવા સાકર સાથે પીવાથી નાકમાંથી કે ગળામાંથી પડતું લોહી બંધ થાય છે

• મરી અથવા અજમો નાખીને ગરમ કરેલું તેલ નાકમાં નાખવાથી, સૂંઘવાથી કે નાકે ચોળવાથી નાક બંધ થઈ ગયું હોય તો ખૂલે છે

• આમળાંના ચૂર્ણને દૂધમાં કાલવી રાત્રે સૂતી વખતે મગજના ભાગ પર લગાડવાથી વારંવાર ફૂટતી નસકોરી બંધ થાય છે


comments powered by Disqus