દેશના પ્રથમ મહિલા ડીજીપી કંચન ચૌધરીનું ૭૨ વર્ષની વયે નિધન

Thursday 05th September 2019 06:54 EDT
 
 

મુંબઈઃ દેશના પ્રથમ મહિલા ડીજીપી કંચન ચૌધરીનું ૨૭મી ઓગસ્ટે લાંબી બીમારી પછી મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ ૭૨ વર્ષના હતા. મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેમની પાછળ પતિ અને બે પુત્રીઓને છોડતા ગયાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ ખૂબ માંદા રહેતા હોવાથી અત્રે સારવાર માટે આવ્યાં હતાં. ૧૯૭૩ની બેચના આઇપીએસ અધિકારીને ઉત્તરાખંડ પોલીસ દેશની પ્રથમ ડીજીપી તરીકે યાદ કરે છે.
આઇપીએસ એસોસિએશને એક ટ્વિટ કરીને તેમની ઉદાહરણરૂપ ક્વોલિટી અને નરમ હૃદય માટે યાદ કર્યાં હતાં. અમારા આદર્શ અને દેશના પ્રથમ મહિલા ડીજીપી કંચન ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ એમ તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું.
હિમાચલ પ્રદેશમાં જન્મેલા કંચન ચૌધરી દેશના પ્રથમ આઇપીએસ અધિકારી કિરણ બેદી પછી માત્ર બીજા જ આઇપીએસ હતા. લોકો બેદીને ટોમબોય કહેતા હતા જ્યારે કંચન ચૌધરીને છોકરી કહેતા હતા. વર્ષ ૨૦૦૪થી ૩૧ ઓકટોબર, ૨૦૦૭ સુધી તેઓ ઉત્તરાખંડના ડીજીપી હતા.
૩૩ વર્ષની તેમની લાંબી કારર્કિર્દી દરમિયાન તેમણે નેશનલ બેડંન્ટન વિજેતા સઇદ મહેંદી (સૈયદ મોદી)ની હત્યા સહિત અને કેસ હાથ ધર્યાં હતાં. ૧૯૯૭માં તેમને રાષ્ટ્રપતિનો પોલીસ મેડલ એનાયત કરાયો હતો. ઉપરાંત અત્યંત શ્રેષ્ઠ કામગીરી બદલ રાજીવ ગાંધી એવોર્ડ પણ અપાયો હતો.
પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયા પછી ૧૯૮૦ના દાયકામાં બનેલી ટીવી સીરિયલ ‘ઉડાન’માં અભિનય કર્યો હતો જે તેમના જીવન પર આધારિત સિરિયલ હતી. ત્યાર પછી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી લડયા હતા, પરંતુ હારી ગયા હતા.


comments powered by Disqus