બોલિવૂડની અનેક ફિલ્મોમાં ગણપતિદેવાની આરાધના તો કરવામાં આવે જ છે, પણ રિઅલ લાઈફમાં પણ કેટલીય બોલિવૂડની હસ્તીઓએ આ વર્ષે ગણેશ ચતુર્થીએ ભગવાન ગણપતિજીની પોતાના ઘરે પધરામણી કરીને સ્થાપના કરી છે. અભિનેત્રી સોનાલી બેન્દ્રે, શિલ્પા શેટ્ટી, દિયા મિર્ઝા, ક્રિતિ સેનન, અભિનેતા તુષાર કપૂર, વિવેક ઓબેરોય, કાર્તિક આર્યન, આયુષ્માન ખુરાના, અર્જુન કપૂર સહિતની ફિલ્મી હસ્તીઓના ઘરે ગણપતિજીએ પધરામણી કરી છે. સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્મા પણ ગણેશ ચતુર્થીએ માતા સલમા ખાન સાથે ગણપતિજીની આરાધના કરતી દેખાય છે.

