‘ગુજરાત સમાચાર’માં અગાઉ આવેલા લોર્ડ ડોલર પોપટના લેખને ભરત સચાનિયાએ ટેકો આપ્યો છે તે વાતને હું જરાપણ સમર્થન આપતો નથી. આપણે ભલે આપણો દેશ છોડીને અહીં આવ્યા છીએ. અહીંની નાગરિકતા લીધી છે. પરંતુ, ક્રિકેટ જેવી રમતને સપોર્ટ કરવાથી આપણી નાગરિકતાને કોઈ ફેર પડતો નથી. આપણે અહીં રહેતા લોકો આપણી ટીમને સપોર્ટ નહીં કરીએ તો શું ભારતથી લોકો અહીં આવીને સપોર્ટ કરશે ? ઈંગ્લેન્ડની ટીમ જ્યારે ઓસ્ટ્રેલિયા રમવા જાય છે ત્યારે ત્યાં રહેતા ઈંગ્લિશ લોકો શું ઓસ્ટ્રેલિયાને સપોર્ટ કરે છે ? બિલકુલ નહીં. તે તો ઈંગ્લેન્ડને જ સપોર્ટ કરે છે. તો આપણે ભારતને કેમ સપોર્ટ ના કરીએ ? બધા જાણે છે કે જ્યારે જ્યારે ભારતની મેચ હતી ત્યારે સૌથી વધારે ટિકિટો વેચાઈ હતી અને આ દેશને સારું એવું ફંડ પણ મળ્યું છે. તે આ દેશ માટે આપણો સપોર્ટ જ ગણાય.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે દેશમાં જાય ત્યારે તે દેશને વફાદાર રહેવાનું કહ્યું છે. સપોર્ટ ના કરવાનું નથી કહ્યું. રાજકારણી અને રમત વચ્ચે ઘણો તફાવત છે.
આ દેશ માટે તમે ગમે તેટલાં વફાદાર હશો છતાં તેમની નજરમાં તો તમે ફોરેનર જ છો અને તમને colour people કહીને જ બોલાવશે. ખરાબ તો ત્યારે લાગે છે જ્યારે આપણે ઈન્ડિયનને પાકિ કહીને બોલાવે છે.
ઘણાં મોટા માણસો કે પૈસાવાળા લોકોને કદાચ આ અનુભવ નહીં થયો હોય પણ આ સામાન્ય લોકોના અનુવની વાત કરું છું.
હું એમ નથી કહેતો કે આપણે આ દેશ માટે કંઈ જ ન કરવું જોઈએ, અને ઘણાં બધા કરે છે. હું પણ ચેરિટેબલ સોસાયટીમાં છું અને ચેરિટેબલ પ્રોગ્રામ કરીને આ દેશની હોસ્પિટલમાં ડોનેશન કરું છું. પરંતુ, આ વાત અલગ છે., મારું કર્તવ્ય પણ આ દેશ સાથે જ છે. જય હિંદ. આ દેશમાં રહીને જય હિંદ તો બોલી શકાય ને ?
