‘રશ્મિ રોકેટ’માં તાપસી પન્નુ

Saturday 07th September 2019 07:02 EDT
 
 

તાપસી પન્નુ તેની આગામી ફિલ્મ ‘રશ્મિ રોકેટ’માં ગુજરાતી એથલેટ રશ્મિના રોલમાં જોવા મળશે. આ ફિલ્મના પહેલા મોશન પોસ્ટરને તાજેતરમાં રિલીઝ થયું હતું. આ ફિલ્મના ડિરેક્ટર આકર્ષ ખુરાના અને રોની સ્ક્રૂવાલાની આરએસવીપી મૂવીઝે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.  ‘મિશન મંગલ’માં તાપસીના કો-સ્ટાર અક્ષયકુમારે ટ્વિટર પર લખ્યું હતું કે, આ રોકેટ તેના આગામી મિશન માટે તૈયાર છે અને તે ટ્રેક્સ પર જઈ રહી છે! ‘રશ્મિ રોકેટ’ તરીકે તાપસીની એક ઝલક અહીં રજૂ કરીએ છીએ. ગુજરાતની એથલેટ રશ્મિ વિશેની આ ફિલ્મમિાં તાપસી લીડ રોલમાં છે. દોડવાની તેની સ્પીડના લીધે તેના ગામના લોકો તેને પ્રેમથી રશ્મિ રોકેટ કહે છે. આ નવા પ્રોજેક્ટ વિશે તાપસીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેં જ્યારે આ આઇડિયા સાંભળ્યો હતો ત્યારે આ સ્ટોરી તરત જ મારા દિલને સ્પર્શી ગઈ હતી. તેના જીવનમાં જે કંઈ ઘટનાક્રમ બન્યો છે એ બાબત મને સૌથી વધુ એક્સાઇટિંગ લાગી હતી. 


comments powered by Disqus