આપણા અતિથિ : સાયબર ક્રાઇમ સિક્યોરિટી નિષ્ણાત DGP ડો. મુક્તેશ ચંદર

Wednesday 05th June 2019 06:46 EDT
 
ડાબેથી સર્વશ્રી દેવીન્દર ચન્દર, બક્ષી વિરડી, ગૌતમ ચક્રવર્તી, ડો.મુક્તેશ ચન્દર અને ધનપાલ રત્તુ.
 

હાલ યુ.કે.ની ક્રેનફિલ્ડ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત ફેલોશીપ "ચેવનીંગ સાયબર સિક્યોરિટી" પ્રોગ્રામના ૧૦ સપ્તાહનો પ્રોગ્રામ પૂર્ણ કરી કુટુંબીજનો સાથે એક સપ્તાહ લંડન રોકાયા છે. દરમિયાનમાં એમની સાથે થયેલ મુલાકાતમાં કેટલીક રસપ્રદ વાતો થઇ જે અત્રે રજુ કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ.

ભારતના પોલીસખાતામાં ઉચ્ચ સાયબર ક્રાઇમ સહિત કેટલાક નવા સુધારા-વધારા અને ટેકનોલોજી ક્ષેત્રે એમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનીક્સ અને કોમ્યુનિકેશન એન્જીનીયરીંગમાં પ્રથમ વર્ગમાં ડિસ્ટિંક્શન સાથે ડિગ્રી મેળવી ઉજ્જવળ કારકિર્દી કમાયા છે.

૧૯૮૮થી ભારતીય પોલીસ ખાતામાં સર્વિસ શરૂ કરી વિવિધ હોદ્દાઓ શોભાવ્યા છે. એડીશનલ કમિશ્નર ઓફ ક્રાઇમ બ્રાન્ચ,

દિલ્હી, દિલ્હી ટ્રાફીક પોલીસ વડા, યુનિયન સંસ્થાનો દમણ, દીવ અને દાદરા નગર હવેલીના ડાયરેક્ટર જનરલપોલીસ વડા ગોવા તરીકે ફરજ બજાવી છે. વડાપ્રધાનની ઓફિસના નેજા હેઠળ સેન્ટર ડાયરેક્ટર ઓફ સાયબર ડિવીઝન ઓફ નેશનલ ટેકનીકલ રીસર્ચ સેન્ટર અને નેશનલ ક્રીટીકલ ઇન્ફોર્મેશન પ્રોટેક્શન સેન્ટરમાં પણ ફરજ બજાવી છે. કેટલાક પ્રતિષ્ઠિત પ્રેસિડેન્શીયલ એવોર્ડસ મેળવ્યા છે.

૨૦૧૬માં સિઓલ ખાતે ઇન્ટરપોલ અને કોરીયન નેશનલ પોલીસ એજન્સી તથા યુ.કે.માં સાયબર સિક્યોરિટીસ ઓફ સ્માર્ટસ સીટીસના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સિમ્પોઝીયમ ઓફ સાયબર ક્રાઇમ રીસ્પોન્સ વિષે સંબોધન પણ કર્યું હતું.

દેશના અગત્યના સંસ્થાનો જેવા કે રાજસ્થાન પોલીસ અકાદમી, ગુજરાત પોલીસ અકાદમી, ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરો, દિલ્હી જ્યુડીસીયલ અકાદમી વગેરેમાં સંશાધનાત્મક પ્રતિભા તરીકે નામના મેળવી છે.

સંખ્યાબંધ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરવા સાથે વાંસળી વાદનનો શોખ પણ ફાજલ સમયમાં વિકસાવ્યો છે એટલું જ નહિ, સંગીતના અને ટી.વી. કાર્યક્રમોમાં વાંસળી વાદક તરીકે ય લોકચાહના મેળવી છે. વાંસળીના સૂરોમાં બોલિવુડના ગીતોની એમની બે સી.ડી.પણ પ્રસિધ્ધ થઇ છે. ગુજરાતી ગરબા પણ એમના વાંસળીના સૂરોમાં સાંભળવા એક લ્હાવો છે.

અત્રેના રોકાણ દરમિયાન ૨જુન રવિવારના રોજ બ્રેડફર્ડ ખાતે બાબા આંબેડકર સાહેબની ૧૨૮મી જન્મ જયંતિની ઉજવણી શ્રી ગુરૂ રવિદાસ કોમ્યુનિટી હોલમાં થઇ હતી જ્યાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સૌના પર વાંસળીનો જાદુ કરવામાં સફળ રહ્યા હતા.


comments powered by Disqus