માન્ચેસ્ટરમાં સૌ પ્રથમવાર પૂ.ભાઇશ્રીની ભાગવત કથા

- કોકિલા પટેલ Wednesday 05th June 2019 07:08 EDT
 
 

ઉત્તર ઇંગ્લેન્ડના ઐતિહાસિક શહેર માન્ચેસ્ટરમાં સૌ પ્રથમવાર "રાધાશ્યામની ભાગવત કથા"નું આયોજન તા.૧૪ ઓગષ્ટ, બુધવારથી તા.૨૧ ઓગષ્ટ બુધવાર સુધી કરવામાં આવ્યું છે. વિખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય ભાઇશ્રી (પૂ. રમેશભાઇ ઓઝા)ના કંઠે સાત દિવસની "રાધા શ્યામ કી કથા ભાગવતી"નું રસપાન કરવાનો સૌ ધર્મપ્રેમીઓને લહાવો સાંપડશે. આ ભાગવત કથાનું આયોજન દિવંગત શ્રી જયંતિલાલ હરજી વડેરાના પૂણ્યાત્માના સ્મરણાર્થે એમના પરીવારજનો સર્વશ્રી સંજયભાઇ વડેરા તથા વિપુલભાઇ વડેરા તેમજ દીકરી મીનાબેન અને ધર્મપત્ની કલાબેન જયંતિલાલ વડેરા દ્વારા કરવામાં આવ્યું છે. યુગાન્ડામાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી માન્ચેસ્ટર સ્થાયી થયેલા વડેરા પરિવારનો "ધ ફ્રેગરન્સ શોપ"નો બીઝનેસ છે. સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.ના નેજા હેઠળ વડેરા પરિવાર યોજિત આ કથાનું સ્થળ છે, Hall 4, Event City Manchester, Phoenix Way, Off Barton Dock Road, Trafford City, Manchester, M41 7TB.

સાતેય દિવસની આ ભાગવત સપ્તાહનું રસપાન બપોરે ૩.૦૦થી સાંજના ૭.૦૦ સુધી કરવા મળશે. ત્યારબાદ સૌ ધર્મપ્રેમીઓને માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

માન્ચેસ્ટરની આસપાસના નાના મોટા નગરો લિવરપુલ, બ્રેડફોર્ડ, પ્રેસ્ટન, બોલ્ટન, ઓલ્ડહામ તેમજ મિડલેન્ડ અને લંડનના ખૂણેખૂણે વસતા હિન્દુધર્મપ્રેમીઓને પૂ.ભાઇશ્રીના મધુરકંઠે વહેતી ભાગવતી કથાનો અવસર સાંપડી રહ્યો છે ત્યારે સૌએ રહેવા-ઉતરવાની વ્યવસ્થા માટે કઇ કઇ હોટેલ કે અન્ય જગ્યા માટેની વિગતો માટે www.radhashyamkathamanchester.com વેબસાઇટ પર જઇને ઇનફોર્મેશન મેળવી લેવી. લંડન સહિત ઇંગ્લેન્ડના કોઇપણ સ્થળેથી કોચ લઇને જવાની ઇચ્છા હોય તેઓએ email: [email protected] અથવા 07552 493310 ઉપર સંપર્ક કરવો.


comments powered by Disqus