લંડનમાં ૨૩મીએ બ્રહ્માકુમારી બી કે શિવાની દ્વારા યોગનો કાર્યક્રમ

Wednesday 05th June 2019 06:43 EDT
 
 

ભારતના પ્રાચીન રાજ યોગના અતિ અર્વાચીન ચહેરા સમાન બી કે શિવાની ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે યુકે આવી રહ્યા છે. તેઓ આગામી ૧૭મી જૂને લંડન આવશે. યુરોપની ‘અવેકનીંગ’ ટુર માં તેઓ ૧૯ દિવસમાં ૧૩ શહેરોનો પ્રવાસ કરશે. તેમના પ્રવાસ દરમિયાન યુકેમાં ૨૦મી જૂને સાંજે ૭ વાગે લેસ્ટરના મોર્નિંગસાઈડ અરેનામાં, ૨૩મીએ સાંજે ૬ વાગે લંડનના એસએસઈ અરેનામાં અને ૨૪મીએ માન્ચેસ્ટરના ધ લોરી, લિરીક થિયેટર ખાતે યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

બી કે શિવાની ૧૯૯૬થી સમગ્ર યુકે અને યુરોપમાં હાજરી ધરાવતા બ્રહ્મા કુમારી સાથે રાજ યોગ ધ્યાન શીખવી રહ્યા છે.

તેમનો ટીવી ટોક શો ‘અવેકનિંગ’ પહેલા ભારતમાં અને બાદમાં વિશ્વના દેશોમાં લોકપ્રિય થયો હતો. તેઓ તમામ વયના અને સમાજના તમામ વર્ગોના લોકો માટે પ્રેરણાદાયી યુવા મહિલા બન્યા હતા. તાજેતરમાં ભારત સરકાર દ્વારા તેમને ભારતમાં મહિલાઓ માટેનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ ‘નારી શક્તિ’ અર્પણ કરાયો હતો.

તેમના ટીવી શો અને સોશિયલ મીડિયા(યુ ટ્યૂબ અને ફેસબુક)ના લગભગ ૪ મિલિયન ફોલોઅર્સ છે. ભારત, એશિયા, યુરોપ, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, મીડલ ઈસ્ટ અને આફ્રિકામાં તેમના ઘણાં લાઈવ શો થયા છે.


comments powered by Disqus