આલોકનાથ સાથે કોઈ પણ કલાકારને કામ નહીં કરવા ફરમાન

Wednesday 06th February 2019 05:58 EST
 
 

અભિનેતા આલોક નાથ સામે  ‘ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ’ દ્વારા છ મહિનાનો અસહયોગ નિર્દેશ જારી કરાયો છે. આ નિર્દેશનો એવો છે હવે આ સમય દરમિયાન કોઇ પણ કલાકાર આલોક નાથ સાથે કામ નહીં કરે. ફેડરેશનના પ્રમુખ અશોક પંડિતે કહ્યું કે, ફેડરેશનની સભ્ય વિનતા નંદાની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીએ આલોક નાથને ત્રણ વખત બોલાવ્યા હતા, પરંતુ તેઓએ તપાસથી ઈનકાર કરી દેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.


comments powered by Disqus