ટીવી શોઝ અને ફિલ્મ નિર્માત્રી એકતા કપૂરને ૨૭મી જાન્યુઆરીએ સરોગસીથી એક સ્વસ્થ પુત્રનો જન્મ થયો છે. આ પ્રસંગે બોલિવૂડ સહિતના મહાનુભાવોએ એક્તાને અભિનંદન પાઠવ્યા છે. ભાઈ તુષાર કપૂરની જેમ જ એક્તાએ પણ સરોગસી દ્વારા માતા બનવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. એક્તાએ તાજેતરમાં સમાચાર સોશિયલ મીડિયા પર મૂક્યા અને પુત્ર સાથે તસવીર પણ પોસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે કરણ જોહર પણ આ જ રીતે પિતા બની ચૂક્યા છે. કરણને બે જોડિયા બાળકો છે. આ ઉપરાંત કિંગ ખાન શાહરુખ ખાનના પુત્ર અબરામનો જન્મ પણ સરોગસી દ્વારા જ થયો છે.

