અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. જે રીતે તાહિરાએ કેન્સર સામે બાથ ભીડી છે. તેથી અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહન આપ્યું છે. મુંબઇમાં ચાલી રહેલા ફેશન વીક દરમિયાન તાહિરાએ રેમ્પ પર ઉતરીને બધાને ચોંકાવી દીધા હતા. સુંદર ચમકીલા સફેદ રંગના થ્રી પીસમાં તાહિરાએ આત્મવિશ્વાસ સાથે રેમ્પ પર વોક કર્યું હતું. આ વોક દરમિયાન તાહિરાના ચહેરા પર ગજબની ચમક દેખાઈ રહી હતી.

