તા.૨૭.૦૧.૧૯ને રવિવારે હર્ટફર્ડશાયરના હેટફિલ્ડમાં વસતા ગુજરાતી સમાજ દ્વારા ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ભારે ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન એકતા જાની દ્વારા કરાયું હતું.
ડો. રુપલ શાહ દ્વારા સ્થપાયેલા મીની ગુજરાતી કોમ્યુનિટી ગ્રૂપમાં ૮૪ સભ્યો છે. સંસ્થાનો ઉદેશ લોકોમાં ભારતીય સંસ્કૃતિ વિશે વધુ સમજ કેળવવાનો છે. ખાસ કરીને ગુજરાતથી ખૂબ દૂર વસતા બાળકોને આપણાં મૂલ્યો અને આપણી ભવ્ય અને સમૃદ્ધ સંસ્કૃતિ વિશે માહિતગાર કરવાનો છે. ગ્રૂપ દ્વારા બાળકો માટે ગુજરાતી ભાષાના ક્લાસીસ પણ ચલાવવામાં આવે છે અને મોટાભાગે સૌ સાથે મળીને આપણાં તહેવારોની ઉજવણી કરે છે.

