સુરતઃ ભારત ડાયમંડ બુર્સ, બીકેસીમાં ૨૬ વેપારીઓ સાથે આશરે રૂ. ૨૭ કરોડના હીરા લઈને ભાગી ગયેલા મહાઠગ યતીશ પરેશ ફિચડિયાની બીકેસી પોલીસે એક વર્ષ બાદ ભારે શોધખોળને અંતે કલ્યાણમાંથી ધરપકડ કરી છે. તેના સાગરિતોને પણ ઝડપી લેવાયા છે. આરોપી અનેક રાજ્ય અને શહેરોમાં વેશ બદલીને રહેતો હતો અને કુંભમેળામાં સાધુ બનીને પણ રહ્યો હતો એવી માહિતી પોલીસને મળી હતી. ફિચડિયા ગ્લોબસ સિટી, વિરાર પશ્ચિમનો રહેવાસી છે.
