દિગ્દર્શક રાજકુમાર હિરાણી પર પાછલા દિવસોમાં લાગેલા જાતીય શોષણના આરોપ બાદ એવી ચર્ચા ચાલી રહી હતી કે તેનો પ્રભાવ ‘મુન્નાભાઇ-૩’ પર થશે. આ ફ્લ્મિના શૂટિંગની જાહેરાત અરશદ વારસી કરી ચૂક્યા છે. હવે ફિલ્મના નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ સ્પષ્ટ કરી દીધું છે કે, આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંતમા શરૂ કરાશે. એક ઇન્ટરવ્યુમાં વિધુએ કહ્યું કે, સારી સ્ક્રિપ્ટ મળી નહોતી તેથી મેં ‘મુન્નાભાઇ-૩’ શરૂ કરી ન હતી. હવે આશા છે કે વર્ષના અંતમાં આ ફિલ્મ ફ્લોર પર આવી જશે અને રાજકુમાર હિરાણી જ ફિલ્મના ડિરેક્ટર હશે.

