‘જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ’ (APPG) ના ચેર શ્રી ગેરેથ થોમસ- એમ.પી.એ ઓફિેસ ઓફ નેશનલ સ્ટેટેસ્ટીક (ONS), જે ૨૦૨૧ની વસ્તી ગણતરીનું સંચાલન કરશે એમની સમક્ષ કરેલ માંગ મુજબ હવે જૈનધર્મીઓ માટે અલગ બોક્સ રાખવું જોઇએ. આ અલગ બોક્સ રાખવાની માંગનું કારણ એ છે કે, ૨૦૧૧ની ચૂંટણીમાં જૈનોની વસ્તી લગભગ ૨૦,૦૦૦ હોવાનું બહાર આવ્યું હતું. ‘અધર’ના ખાનામાં કેટલાક જૈન લખે અને કેટલાકને દ્વિધા થાય છે. જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના ચેરમેન શ્રી નેમુ ચંદરિયાએ જણાવ્યું હતું કે, આ સંખ્યા ખરેખર ૬૫,૪૬૪ છે. જૈન ધર્મની ગણના વિશ્વના મુખ્ય ધર્મોમાં થાય છે. એની વસ્તીની ગણતરી યોગ્ય રીતે થવી જોઇએ જેથી NHS, ક્રીમેટોરીયા, ધાર્મિક શિક્ષણ, હાઉસિંગ સહિત BBC જેવા સમાચાર માધ્યમોના સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેમાં જૈનોને યોગ્ય સ્થાન મળે. જૈન સમાજની જરૂરિયાતો: પૂજાના સ્થાનકો, જન્મ અને લગ્ન આધારિત હક્કો આદીમાં એની ગણના થાય.
આગામી વસ્તી ગણતરીમાં સર્વે જૈનો ‘જૈન’ ટીક બોક્સમાં ટીક કરે જેથી સાચી સંખ્યાનો આંક બહાર આવે અને એમને સમાજમાં મળતા લાભોમાં પ્રતિનિધિત્વ મળે. (વધુ વિગત માટે જુઓ એશિયન વોઇસ પાન નં. ૧૮)

