યુકેની સૌથી મોટી ઈન્ડિપેન્ડન્ટ ટ્રાવેલ એજન્સીઓ પૈકીની એક મોરસેન્ડ ગ્રૂપ દ્વારા ગત મહિને લંડનમાં ગ્રાન્ડ શેરેટન પાર્ક લેન ખાતે ૨૨મા ‘બીટ ધ ન્યૂ યર્સ બ્લૂઝ’ લંચઓનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય ઈન્ટરનેશનલ એરલાઈન્સના ૨૦૦થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
૧૯૮૩માં ૮૦૦,૦૦૦ પાઉન્ડના ટર્નઓવર સાથે શરૂ થયેલા આ ગ્રૂપનું હાલનું ટર્નઓવર ૨૦૦ મિલિયન પાઉન્ડ પર પહોંચી ગયું છે. વિશ્વભરમાં તેના ૬૦૦ કર્મચારીઓ કાર્યરત છે. યુકેમાં ક્રિસ્ટલ ટ્રાવેલ, સામ ટ્રાવેલ, પેરમાઉન્ટ ક્રૂઝીસ, ટેપ્રોબેન ટ્રાવેલ, એર ટ્રાવેલ ગાઈડ એન્ડ ટૂર સેન્ટર, એફોર્ડેબલ લક્ઝરી ટ્રાવેલ અને ક્રિસ્ટલ કોર્પોરેટ સહિત ચાર આઉટલેટ દ્વારા તે ટુરિસ્ટોને સેવા આપી રહ્યું છે.
શ્રી પી એસ કેંગ માટે આ વર્ષ વ્યક્તિગત અને બિઝનેસ એમ બન્ને ક્ષેત્રે વિશેષ મહત્ત્વનું છે. તેમણે ટ્રાવેલ ઉદ્યોગમાં ૩૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને ગ્રૂપની આવકમાં ચાલુ વર્ષે ૨૫ ટકાનો વધારો થયો છે.
મોરસેન્ડ ગ્રૂપની ઈસ્ટલંડનમાં સૌથી જૂની ઈન્ડિયન ટ્રાવેલ્સ એજન્સી ‘સેમ ટ્રાવેલ્સ’ દુનિયાના કોઈપણ સ્થળે જવા માટે સસ્તી એરટિકિટની સુવિધા પૂરી પાડે છે. ‘પેરેમાઉન્ટ ક્રૂઝીસ’ દ્વારા આપને સસ્તી એરક્રૂઝનો લાભ મળશે. કોર્પોરેટ કંપની માટે ક્રિસ્ટલ કોર્પોરેટ અને લક્ઝરી ટ્રાવેલ્સ માટે ‘એફોર્ડેબલ લક્ઝરી ટ્રાવેલ્સ’ તેમજ હોટલ બુકિંગ, કાર હાયર અને સિટી બ્રેક તેમજ ગ્રૂપ બુકિંગ માટે મોરસેન્ડ ગ્રૂપનો સંપર્ક સાધો.
શ્રી કેંગના બે પુત્ર સુખ કેંગ અને સાવન કેંગ ગ્રૂપના ફાયનાન્સ અને માર્કેટિંગ વિભાગનું સુકાન સંભાળે છે.
બ્રેક્ઝિટ સહિતના વિવિધ પડકારો હોવા છતાં શ્રી કેંગનું ધ્યેય મોરસેન્ડ ગ્રૂપને આગામી પાંચ વર્ષમાં ટોચની પાંચ ઈન્ડિપેન્ડન્ટ ટ્રાવેલ એજન્સીઓ પૈકી એક બનાવવાનું છે.

