તા.૪ માર્ચને સોમવારે ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન ખાતે મહાશિવરાત્રિ પર્વની ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ તો મંદિરમાં ઉપસ્થિત ભક્તો દ્વારા શિવપૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ભક્તોએ ભગવાન શિવને ધરાવેલો ભોજનપ્રસાદ લીધો હતો અને ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા.
મહા શિવરાત્રિ ભગવાન શંકરની પૂજા અને આરાધનાનો તહેવાર છે. આ પવિત્ર દિવસે દુનિયાભરના શિવભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરે છે અને દિવસભર તેમની સ્તુતિનું ગાન કરે છે.
સાંજે ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી અને શ્રદ્ધાળુઓને ભોળાનાથના દર્શન કરવાનો લહાવો મળ્યો હતો.
GHSના પ્રેસિડેન્ટ દશરથભાઈ નાયીએ જણાવ્યું હતું કે શિવરાત્રિ એ હિંદુઓ દ્વારા વિશ્વભરમાં ઉજવવામાં આવતો મહત્ત્વનો તહેવાર છે.

