મહાશિવરાત્રિના પાવન પ્રસંગે વ્હાઈટ હાઉસ લેન, ક્રોયડન ખાતે આવેલા વિશ્વ સનાતન હિંદુ મંદિરમાં પૂજાવિધિમાં ગાયના દૂધને બદલે માત્ર સોયા મિલ્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિર દ્વારા અન્ય મંદિરોને પણ ગાયના દૂધનો ઉપયોગ ન કરવા અનુરોધ કરાયો હતો, કારણ કે ગાયો પર ભારે અત્યાચાર બાદ આ દૂધ મળે છે. વધુ દૂધ મેળવવાની લાલચમાં ગાયોના આંચળ સૂજી જાય છે અને તેમને આર્થ્રાઈટીસ જેવી અન્ય સમસ્યાઓ થાય છે. ગાયોનું કૃત્રિમ ગર્ભાધાન કરાવવામાં આવે છે અને તેનવા વાછરડાને માતાથી દૂર રખાય છે જેને લીધે ગાયને ભારે પીડા થાય છે. ત્રણ પ્રસૂતિ બાદ ગાયને કતલખાને મોકલી દેવાય છે. આવું ખૂબ પીડા બાદ મળેલું દૂધ ભગવાન શિવને ચડાવવામાં આવે તે કેવું લાગે તેની કલ્પના કરવી રહી. મંદિર દ્વારા તમામ ધાર્મિક વિધિઓમાં ગાયના દૂધનો ઉપયોગ બંધ કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા ઈમેલ અન્ય મંદિરો પાસેથી મંગાવવામાં આવ્યા હતા. વધુ માહિતી માટે [email protected] પર સંપર્ક કરવો.
