લંડનઃ સરકારના આયોજન હેઠળ ટીવી પર રાત્રે નવ વાગ્યા પહેલા જંક ફૂડની એડ્સ દર્શાવવા પર પ્રતિબંધ મૂકાશે. આ એડ્સ નાનપણથી બાળકોને જંક ફૂડ લેવા માટે પ્રોત્સાહિત કરતી હોવાની ચિંતાઓ વચ્ચે હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક તેના માટે કન્સલ્ટેશનની જાહેરાત કરશે. મિનસ્ટરોએ ચેતવણી આપી હતી કે નિયંત્રણો મૂકવામાં આવ્યા હોવા છતાં બાળકો હજુ પણ વધુ ફેટ, સોલ્ટ અને સુગર ધરાવતી પ્રોડક્ટ્સની મોટા પ્રમાણમાં એડ્સ જોઈ શકે છે.

