સંજય લીલા ભણસાલી હવે ભાણેજ શર્મિન સેગલને પોતાના નિર્માણ ગૃહની આગામી ફિલ્મમાં લોન્ચ કરશે. ભણસાલી પ્રોડકશનના સીઇઓ પ્રેરણાસિંહે આ અંગે જણાવ્યું હતું કે, અત્યારે પ્રેક્ષકોને ફિલ્મની સારી સ્ટોરીમાં રસ હોય છે તેની સાથે સાથે એક ફ્રેશ ફેસને લોન્ચ કરવો ઉત્તમ ગણાય. અમે શર્મિનને ત્રણ ફિલ્મ માટે સાઇન કરી છે અને તે બધી કસોટી પર ખરી ઉતરશે એનો વિશ્વાસ છે.

