શ્રી નરનારાયણ દેવ ગાદીના તાબા હેઠળના સ્વામીનારાયણ મંદિર સ્ટેનમોરમાં સોમવારને તા.૪ માર્ચે મહાશિવરાત્રિની પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મંદિરમાં સવારે ૯.૩૦થી ૧૧.૩૦ સુધી તેમજ સાંજે ૪થી ૭ દરમિયાન શિવપૂજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ લાભ લઈને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી.

