લંડનઃ અત્યાચાર અને હિંસાની વધતી જતી ઘટનાઓ અટકાવવાના પ્રયાસમાં કો-ઓપ સ્ટોર્સના સ્ટાફને પોલીસ ઓફિસરો શરીર પર લગાવે છે તેવા વીડિયો કેમેરા અપાશે. શહેર અને કાઉન્ટી તેમજ દેશના અન્ય ભાગોમાં શોપ્સની માલિકી ધરાવતી કંપની દ્વારા જણાવાયું હતું કે તેના મુખ્ય સ્ટાફ દ્વારા જે શ્રેણીબદ્ધ ગુનાઓનો સામનો કરાયો તેના પ્રતિભાવમાં આ પગલું લેવાયું છે. છાતી પર ફીટ કરાતા આ કેમેરા જ્યારે જરૂર હશે ત્યારે ચાલુ કરાશે જેથી તેમાં ઝીલાયેલાં દ્રશ્યોનો કોર્ટમાં પૂરાવા તરીકે ઉપયોગ કરી શકાય. કો-ઓપ દ્વારા જણાવાયું હતું કે ૨૦૨૦ના પ્રથમ છ મહિનામાં દેશભરમાં તેના સ્ટાફ પર હુમલાના ૧,૩૫૦ બનાવો સહિત શોપ્સની અંદર હુમલાની ઘટનાઓમાં ૧૪૦ ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. તેમાં જુલાઈમાં લેસ્ટરની શાખાઓમાં સ્ટાફ પર થયેલા હુમલાઓનો સમાવેશ થાય છે.