સંસ્થા સમાચાર

Wednesday 29th July 2020 06:06 EDT
 

આજે લાખો લોકો દેશ-વિદેશમાં બ્રહ્માકુમારી શિવાનીબહેનના કાર્યક્રમોને ટીવી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ રસપૂર્વક જોતા હોય છે. શિવાની બહેનનો ખાસ આગ્રહ હોય છે કે આપ રાજયોગ મેડીટેશન કોર્સ જરૂરથી કરો. તેને ખ્યાલમાં રાખી હાલના લોકડાઉનના સંજોગોમાં આપ ઘરે બેસીને ઓનલાઇન ‘ઝૂમ’ દ્વારા આ મેડીટેશન કોર્સ કરી શકો તે માટે આયોજન કરવામાં આવ્યુ છે, જેનો આપ લાભ લઈ શકો છો. (આ કોર્સ માટે કોઈ ફી રાખવામાં આવેલ નથી).

આ કોર્સ તારીખ ૧૦ ઓગસ્ટ થી ૧૬ ઓગસ્ટ રોજ સાંજે ૫.૧૫ થી ૬.૩૦ કલાકે રહેશે. બ્રહ્માકુમારી રાજયોગી મણિબહેન ગુજરાતી ભાષામાં આની રજુઆત કરશે. ઈનર સ્પેસ વેમ્બલી દ્વારા આયોજિત આ કોર્સ માટે રજિસ્ટર કરવા માટે અને ‘ઝૂમ’ ID મેળવવા આપેલા ઇમેઇલ અથવા ફોન પર સંપર્ક કરવો. Email : [email protected], Tel : 020 8903 1911

વધુ માહિતી માટે વેબસાઈટ - wembley.innerspace.org


    comments powered by Disqus