ભારતમાતાના સંત ગાંધી, ભારતને આઝાદી દીધી
દુનિયા ડોલાવી એણે દીધી, ભારતમાતાના સંત ગાંધી
દેશને કાજે એણે લીધી ફકીરી, મોજશોખ દીધાં બધા ત્યાગી
કોમી એકતાને કાજ અપવાસ આદર્યા, ભીષ્મ પ્રતિજ્ઞા એણે પાળી
અનેક શૂરવીર ઉભા કરીને ગુલામીની બેડી એણે તોડી
સૂતરના તાંતણે આઝાદી અપાવી, રેંટિયાને તકલી ચલાવી
ત્રિરંગો ઝંડો એણે ટોચે ચગવ્યો, પરદેશી તાજને નમાવી
પ્રાર્થનાસભામાં બાપૂ બિરાજતા ગોડસેએ છાતી એની વીંધી
છેલ્લી વિદાય એણે રામ બોલી લીધી, ભારતને આઝાદી અપાવી
ધન્ય ગાંધીજી ધન્ય ભારત માત, જયહિંદ વંદે માતરમ બોલી
બાપૂ સ્વર્ગે સીધાવ્યા, ગાંધી બાપૂ કી જય
