ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ માટે એમનેસ્ટી

Wednesday 29th January 2020 06:30 EST
 
 

એમનેસ્ટી એ યુકેમાં ડોક્યુમેન્ટ વિના રહેતા માઈગ્રન્ટ્સને તેમનું સ્ટેટસ કાયદેસર બનાવવા માટેની ઓફર છે. તે કાયદો નથી પરંતુ એક પ્રપોઝલ સ્ટેમેન્ટ છે,  પાર્લામેન્ટમાં તેના પર ધ્યાન આપવા અને તેને મંજૂરી આપવાની બાબતે ચર્ચા થાય તેની કાર્યવાહી ચાલી રહી છે. આ દરખાસ્તને યુકેના વડા પ્રધાન બોરિસ જહોન્સનનું ભારે સમર્થન છે. તેઓ જ્યારે મેયર ઓફ લંડન હતા ત્યારથી પોતાના વિવિધ ભાષણોમાં એમનેસ્ટી વિશે વાત કરતા રહ્યા છે.  એમનેસ્ટી પાછળનો હેતુ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને શેડો ઈકોનોમીમાંથી બહાર લાવવાનો અને તેમને ટેક્સ ચૂકવતા તથા સમાજમાં પોતાનું પૂરતું યોગદાન આપતા કરવાનો છે. તેનો ઉદ્દેશ યુકેમાં સત્તાવાર સેટલ થયેલા અથવા જન્મેલા લોકોને જે રીતે પાયાના હક્કો અને કાયદા હેઠળ રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેવી રીતે તેમને પણ હક્કો અને કાયદાકીય રક્ષણ પૂરું પાડવાનો છે. તેઓ ઝડપથી શોષણનો ભોગ બની શકે તેવા છે.   હજુ પગ જમાવ્યો ન હોય તેવા લોકો કરતાં લાંબા સમયથી રહેતા આ માઈગ્રન્ટ્સ બ્રિટિશ સમાજ સાથે વધુ સારી રીતે ભળી જાય તેમ હોવાથી એમનેસ્ટીને લીધે સમાજ પણ મજબૂત બનતો હોવાના ઘણાં પૂરાવા છે. તેના ઉદાહરણોમાં ૧૯૮૬માં રોનાલ્ડ રેગને આપેલી એમનેસ્ટી અને સ્પેનમાં ૨૦૦૫માં અપાયેલી એમનેસ્ટી છે. સ્પેને નાગરિક બનેલા દરેક માઈગ્રન્ટ્સ પાસેથી ટેક્સની વધારાની આવક ઉભી કરી હતી. વસતિના આંકડાની સામે એમનેસ્ટીને લીધે બ્રિટનની વાસ્તવિક વસતિમાં કોઈ વધારો થવાનો નથી કારણ કે આ લોકો ગમે તે રીતે યુકેમાં રહે જ છે. કોમન્સમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી અને ગેરકાયદે માઈગ્રન્ટ્સને એમનેસ્ટી મંજૂર કરવાની શક્યતા નકારી કાઢવા પાર્લામેન્ટરી પિટિશન થઈ હતી. પિટિશન પર ૩૫,૫૦૦ હસ્તાક્ષરો થયા હતા અને હોમ ઓફિસ દ્વારા નવેમ્બર ૨૦૧૯માં પિટિશનનો અંત લવાયો હતો. એવું પણ એક સૂચન કરાયું હતું કે કોઈ વ્યક્તિ છેલ્લા ૧૦ વર્ષથી યુકેમાં રહેતી હોય અને તેનો કોઈ ક્રિમિનલ રેકર્ડ (ઓવરસ્ટેઈંગ સિવાય) ન હોય અને હોમ ઓફિસમાં તેની/તેણીની અરજી પેન્ડિંગ હોય તેવા લોકો એમનેસ્ટી મેળવવા માટે  લાયક ગણાશે. એમનેસ્ટીના વિચારનો વિરોધ કરનારા લોબી ગ્રૂપ્સ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જોકે, એમનેસ્ટીની જરૂરિયાત બાબતે વડા પ્રધાને પોતાનો નિર્ણય બદલ્યો હોય તેવા કોઈ સંકેત નથી. તે છતાં આ આખી બાબતનો આધાર રાજકીય ચર્ચા અને તેના પરિણામ પર જ રહેલો છે. 

Rakesh Prajapati Solicitor 

[email protected] 

Mobile :  07979 590 670


    comments powered by Disqus