એવોર્ડ વિજેતા બાબા હોલિડેઝ યુકેના અગ્રણી અને પ્રિમિયર ટુર ઓપરેટર છે. એશિયન માર્કેટ માટેના ટુર પેકેજિસ તેમની વિશેષતા છે. બાબા હોલિડેઝની ઓફિસ બહુસાંસ્કૃતિક લેસ્ટરના મધ્યભાગમાં આવેલી છે. તેઓ એશિયન કોમ્યુનિટીની જરૂરિયાતોને ખૂબ સારી રીતે સમજે છે અને છેલ્લાં ૩૫ કરતાં વધુ વર્ષથી ગ્રાહકોની અપેક્ષા કરતાં પણ ખૂબ સારી સર્વિસ પૂરી પાડે છે.
બાબા હોલિડેઝ તેના સ્ટાફના તમામ સભ્યો અને ટુર મેનેજરોની ખૂબ સમજી વિચારીને કાળજીપૂર્વક પસંદગી કરે છે. તેમને ઉચ્ચ સ્તરની ટ્રેનિંગ પણ અપાય છે. જેથી બાબા હોલિડેઝને તેના સ્ટાફ પર સંપૂર્ણ ભરોસો છે અને પોતાની પ્રોડક્ટને સમયાંતરે શ્રેષ્ઠ બનાવવા માટે સતત સજાગ છે. બાબા હોલિડેઝનો ટ્રેક રેકોર્ડ ગ્રાહકે ખર્ચેલા તમામ નાણાંનું સંપૂર્ણ અને શ્રેષ્ઠ વળતર પૂરું પાડવાનો રહ્યો છે. તેઓ હોટલ ઓપરેટરો અને સપ્લાયરો સાથે શ્રેષ્ઠ ડીલ માટે વાટાઘાટો કરે છે જેનો ફાયદો બાબા હોલિડેઝના ગ્રાહકોને થાય છે.
એશિયન માર્કેટમાં નિષ્ણાત હોવાથી બાબા હોલિડેઝ તેના ગ્રાહકોની ભોજન સંબંધી જરૂરિયાતોને સારી રીતે સમજે છે અને સંપૂર્ણ સંતોષ સાથે ગ્રાહકોની તે જરૂરિયાતો પૂરી થાય તેની તકેદારી રાખે છે. તેઓ પ્યોર વેજિટેરિયન્સ, વીગન્સ અને નોન- વેજિટેરિયન ફૂડ પણ પૂરું પાડે છે. કોઈ ગ્રાહકને કોઈક વસ્તુની એલર્જી હોય તો તેઓ તેનું ખાસ ધ્યાન રાખે છે. ભોજનની ગુણવત્તામાં તેઓ કોઈ બાંધછોડ કરતા નથી. પ્રવાસના પ્રારંભથી લઈને છેક અંત સુધી આ બાબતે તે પૂરતું ધ્યાન રાખે છે.
બાબા હોલિડેઝ કોચ, ક્રૂઝ અને એર ટ્રાવેલ દ્વારા તમામ વયના લોકોને અને તેમના બજેટને અનુકુળ નજીકના તેમજ દૂરના સંખ્યાબંધ પ્રવાસન સ્થળોને આવરી લે છે. તેઓ ફાર ઈસ્ટ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, વિયેતનામ અને કંબોડિયા, રિવર ક્રૂઝ સાથે ચીન, નાયગ્રા સાથે યુએસએ – ગોલ્ડન ઈસ્ટ અને વેસ્ટ, સાઉથ આફ્રિકા - ઝામ્બિયા અને બોટ્સવાના જેવા તમામ દેશોના પ્રવાસનું આયોજન કરે છે.
તેમનું હાલનું અને લોકપ્રિય પેકેજ બાલી સાથે લંગકાવી (મલેશિયા)માં રામ કથાનું છે. તેમજ મે મહિનામાં નેપાળ ખાતે રામ કથા - ૧૭ દિવસનો પ્રવાસ જેમાં કાઠમંડુ અને જનકપૂરનો સમાવેશ થાય છે. ભારતના ધાર્મિક સ્થળો જેવા કે કૈલાસ માનસરોવર. ચારધામ, ૧૧ જ્યોતિર્લિંગની ધાર્મિક યાત્રા પણ યોજાય છે. મોટી ઉંમરની વ્યક્તિની વિશેષ કાળજી લેવામાં આવે છે. બાબા હોલિડેઝની પેરિસ, સ્વિત્ઝર્લેન્ડ, સ્પેન અને ઈટાલી જેવા પર્યટન સ્થળોની યુરોપિયન ટુર્સ સહેલાણીને શોર્ટ બ્રેકનો યોગ્ય વિકલ્પ પૂરો પાડે છે.
દુનિયાના કોઈપણ દેશના પ્રવાસની બેસ્ટ ડીલ માટે હંમેશા બાબા હોલિડેઝનો સંપર્ક સાધો.
વધુ માહિતી માટે સંપર્ક - 0116 266 2481

