સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 29th January 2020 05:19 EST
 

• પોલીસને દાયકાનું સૌથી મોટું £૧ બિલિયનનું ફંડિંગ

પોલીસ વિભાગને ફંડિંગમાં વધારો કરીને આ દાયકાના સૌથી મોટા કેશ ફંડિંગ તરીકે ૧ બિલિયન પાઉન્ડ અપાશે. જોકે, તેમાં થોડો ફાળો ટેક્સના દરમાં કરાયેલા વધારાનો હશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે ૬,૦૦૦ અધિકારીઓને હાયર કરવા, હિંસાનો સામનો કરવા અને આયોજિત ગુનાઓ સામે લડત માટે લગભગ ૯૦૦ મિલિયન પાઉન્ડ પોલીસ વિભાગને અપાશે.

• પાણી લીકેજથી વૃદ્ધ પડી જતાં ટેસ્કોને £૭૩૩,૦૦૦નો દંડ

ટેસ્કોના હેમ્નેલ હેમ્પસ્ટેડના જર્મન પાર્કના સ્ટોરમાં ટ્રોલી લઈ જતા ૯૧ વર્ષીય વૃદ્ધ લીક થઈ રહેલા પાણીને લીધે લપસીને પડી ગયા હતા અને તેમના થાપાનું હાડકું તૂટી ગયું હતું. આ ઘટનાને પગલે ટેસ્કોને ૭૩૩,૦૦૦ પાઉન્ડનો દંડ કરાયો હતો. ઓગસ્ટ ૨૦૧૫માં આ ઘટના બની તેના અઠવાડિયાઓ અગાઉ સ્ટોરમાં ફ્રિઝ નીચેનું ડ્રેનેજ બ્લોક થઈ જતાં પાણી લીક થતું હતું. કંપનીએ કોસ્ટના નાણાં પણ ચૂકવવા પડશે.

• હરિફોનો સામનો કરવા યુનિવર્સિટીઓ દ્વારા વધુ સુવિધા

બ્રિટનની ટોચની કેટલીક યુનિવર્સિટીઓ વધુ વિદ્યાર્થીઓેને આકર્ષવા માટે મલ્ટિ-મિલિયન પાઉન્ડના ખર્ચે કેમ્પસ તૈયાર કરી રહી છે. સંખ્યાબંધ નાની શૈક્ષણિક સંસ્થાઓએ પણ આ બાબતે પાછળ નહીં રહેવાનો નિર્ધાર કર્યો હોવાનું એક અખબાર દ્વારા તપાસમાં જણાયું હતું.

• નાદારી નોંધાવનારામાં મહિલાઓની સંખ્યા વધુ

યુવા મહિલાઓમાં નાદારીની સંખ્યામાં એક વર્ષમાં ૨૪ ટકાનો વધારો થયો હોવાનું UHV Hacker Youngના અહેવાલમાં જણાયું હતું. તે મુજબ ૨૦૧૮માં નાદારી નોંધાવનારી ૧૮થી ૨૪ની વયની મહિલાઓની સંખ્યા ૨૦૧૭માં ૩,૧૭૫ હતી જે ૨૦૧૮માં વધીને ૩,૯૩૦ થઈ હતી. તેનું કારણ રિટેઈલ સેક્ટરમાં વધી ગયેલી બેકારી હોવાનું પણ તેમાં સૂચવાયું હતું.

• સૌથી લાંબો સમય સેવા આપી ૯૩ વર્ષે પાદરી નિવૃત્ત

૯૩ વર્ષીય પાદરી જીમ કોક ૬૩ વર્ષ સુધી બ્રિટનના ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં સેવા આપીને નિવૃત્ત થયા હતા. તેમણે સૌથી લાંબો સમય સેવા આપી હોવાનું મનાય છે. તેમણે કહ્યું હતું કે એક પણ સન્ડે સર્વિસમાં તેઓ ગેરહાજર ન હતા. ઓક્સફર્ડના હેડિંગ્ટનના ઓલ સેન્ટ્સ ચર્ચમાં તેમણે છેલ્લી સર્વિસ આપી હતી. તેઓ ૧૯૫૭માં તેના પાદરી બન્યા હતા. તેમના અંદાજ મુજબ ૧૧,૦૦૦થી વધુ સર્વિસમાં તેમણે નેતૃત્વ સંભાળ્યું હતું.

• માત્ર ૩૮ ટકા છોકરા જ વિદેશી ભાષા શીખે છે

GCSEમાં ફોરેન લેંગ્વેજ લેનારા છોકરાઓની સંખ્યા દસમાંથી ચાર કરતા પણ ઓછી થઈ છે. નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી હતી કે પરસ્પર સંકળાયેલા વિશ્વમાં યુકે માટે હવે ગંભીર સમસ્યા ઉભી થઈ શકે.

• કોન્ટેક્ટલેસ પ્રોજેક્ટથી ‘બીગ ઈસ્યૂ’નું વેચાણ વધ્યું

‘બીગ ઈસ્યૂ’ ન્યૂઝપેપરને કોન્ટેક્ટલેસ કાર્ડ રીડર્સ સુધી પહોંચાડી શકાય તેવા પ્રોજેક્ટને લીધે તે વેચતા લોકોની પરિસ્થિતિમાં સુધારો થયો છે. એક વેચાણકારના વેચાણમાં ચારગણો વધારો થયો હતો. પહેલી વખત યુવા ગ્રાહકો કોપી લઈ રહ્યા છે. વેન્ડરોને કાર્ડ રીડર લગભગ ૩૫ પાઉન્ડના બદલે ૯ પાઉન્ડ પ્લસ વેટ સાથે વેચવામાં આવે છે અને ૨.૫૦ પાઉન્ડના દરેક ટ્રાન્ઝેક્શન પેટે ૪ પેન્સની ટ્રાન્ઝેક્શન ફી વસૂલવામાં આવે છે.

• દર ૧૪માંથી માત્ર એક ગુનામાં જ પ્રોસિક્યુશન !

પોલીસ દ્વારા નોંધવામાં આવતા દર ૧૪ ગુનામાંથી માત્ર એકમાં જશકમંદ પર આરોપ મૂકવામાં આવતો હોવાનું હોમ ઓફિસના આંકડામાં જણાયું હતું. આ દર રેકર્ડ્સ રાખવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીનો સૌથી નીચો છે. ...

• લૂંટફાટના કિસ્સામાં વધારાથી નાઈફ ક્રાઈમ ઉંચા સ્તરે

ચાકુની અણીએ થતી લૂંટફાટ વધી જતાં ગયા વર્ષે એકંદરે બ્લેડ દ્વારા થતા હુમલાઓની સંખ્યા વિક્રમજનક સ્તરે પહોંચી હતી. પોલીસ દ્વારા નોંધાયેલા તમામ પ્રકારના નાઈફ ક્રાઈમ્સમાં છેલ્લાં આઠ વર્ષમાં લગભગ ૫૦ ટકા વધારો નોંધાયો હતો. આ સંખ્યા જે ગયા વર્ષના ૧૨૩ હુમલા સુધી પહોંચી હતી.

• બર્થ ટુરિઝમને નાથવા વિઝાના કડક નિયમો બનાવાયા

બર્થ ટુરિઝમને અંકુશમાં લેવાના હેતુસર વિઝાના નિયમો કડક બનાવાયા હોવાથી અમેરિકાનો પ્રવાસ કરતી મહિલાઓએ કડક નિયંત્રણોનો સામનો કરવો પડશે. સંતાનને જન્મ આપવાના મુખ્ય ઈરાદા સાથે મહિલાઓ અમેરિકા આવી રહી છે તેવું કોન્સ્યુલર અધિકારીઓને લાગશે તો તેમને ટુરિસ્ટ વિઝા અપાશે નહીં.

• વંશીય લઘુમતીના ૨૨ વકીલો QC નીમાયા

ઈન્સ ઓફ કોર્ટ ખાતે QCની વાર્ષિક નિમણુંકોની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉના વર્ષે ૧૦૮ વકીલોની સામે આ વર્ષે ૧૧૪ વકીલોની આ પદ માટે નિમણુંક થઈ હતી. વંશીય લઘુમતીના ૪૨ વકીલોએ અરજી કરી હતી તેમાંથી ૨૨ સફળ થયા હતા. અગાઉના વર્ષે વંશીય લઘુમતીના ૪૨માંથી માત્ર ૧૩ વકીલ સફળ થયા હતા. કુલ અરજદારોની સંખ્યા ૨૪૦થી વધીને ૨૫૮ થઈ હતી.

• મોરીસન્સ ૩,૦૦૦ મેનેજરોને છૂટા કરશે

સ્ટાફમાં ફેરબદલના ભાગરૂપે મોરીસન્સ તેના યુકેના તમામ સ્ટોર્સમાંથી મેનેજર કક્ષાની ૩,૦૦૦ પોસ્ટમાં ઘટાડો કરવા વિચારી રહી છે. આ પગલું લેવાથી પ્રતિષ્ઠિત સુપર માર્કેટ્સ પર વધી રહેલા દબાણ વચ્ચે મેનેજરથી નીચેની કક્ષાની જોબ્સમાં વધારો થશે.

• હૈતી કૌભાંડને પગલે ઓક્સફામ સ્ટાફમાં કાપ મૂકશે

બજેટમાં પડેલી ૧૬ મિલિયન પાઉન્ડની ખાધને ભરપાઈ કરવા માટે ઓક્સફામ તેના સેંકડો કર્મચારીઓને છૂટાં કરશે તેમ જાણવા મળ્યું હતું. હૈતીમાં કર્મચારીઓ પર જાતીય ગેરવર્તણુંકનો આરોપ મૂકાયો ત્યારથી બે વર્ષમાં સ્ટાફમાં આ બીજો મોટો કાપ છે. ૨૦૧૮-૧૯માં ઓક્સફામની આવક ૪૩૪ મિલિયન પાઉન્ડ હતી. કંપનીને ૨૦૧૯-૨૦માં ૭ મિલિયન પાઉન્ડની ખોટ ગઈ છે અને પગલાં નહીં લેવાય તો ૨૦૨૦-૨૧માં તેને વધારાની ૯ મિલિયન પાઉન્ડની ખોટ જશે.

• તણાવને લીધે વાળ ધોળા થઈ જાય

વિવિધ કિસ્સામાં પૂરાવાના આધારે વૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા હતા કે તણાવને લીધે વાળ ધોળા થઈ જાય છે. નવું સંશોધન સૂચેવે છે કે ઉત્સુકતા અને ભયને લીધે વાળના કલર માટે જે ચોક્કસ પ્રકારના સ્ટેમ સેલ જરૂરી હોય છે તેનો પૂરવઠો શરીર બંધ કરી નાખે છે. બરાક ઓબામા જેવા વિશ્વના નેતાઓના વાળ શા માટે ગ્રે હોય છે તેને આ તારણ સમજાવી શકશે. ઓફિસના કામના બહુ ભારણને લીધે તેમના વાળ ખૂબ ઝડપથી ગ્રે થઈ ગયા હતા.

• સેક્સ માત્ર વિવાહિત યુગલો માટે જ છે

સિવિલ પાર્ટનરશીપ્સનો માર્ગ અપનાવતા હેટ્રોસેક્સ્યુઅલ યુગલોને જાતીય ક્રિડા ન કરવા માટે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું. હાઉસ ઓફ બિશપ્સ દ્વારા તેમને ‘વચનબદ્ધ, જાતીયસુખ વિનાની મૈત્રી’ તરીકે ઉલ્લેખ કર્યો હતો અને પાદરીઓને આવા યુગલોને આશીર્વાદ ન આપવા માટે સૂચના આપી હતી. અગાઉ એક જ લિંગના યુગલો માટે સિવિલ પાર્ટનરશીપ અનામત રખાઈ હતી. જોકે, કાયદામાં સુધારો કરીને તેમાં વિજાતીય યુગલોને પણ મંજૂરી અપાતા બિશપ્સ દ્વારા નવી ગાઈડલાઈન્સ જારી કરાઈ હતી.

• યુરોઝોનના દેશો કરતાં બ્રિટિશ અર્થતંત્રનો ઝડપી વિકાસ થશે

મૂડીરોકાણની બાબતે બ્રિટન આકર્ષક બની રહ્યું હોવાનું ચીફ એક્ઝિક્યુટિવ્સ માનતા હોવાથી આ વર્ષે બ્રિટનનું અર્થતંત્ર યુરોપના અન્ય મુખ્ય દેશો કરતાં વધુ ઝડપથી વિકસશે જેમ બે અભ્યાસમાં જણાયું હતું. આર્થિક દ્રષ્ટિએ બ્રિટનના વધતા જતા આશાવાદ વચ્ચે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા જણાવાયું હતું કે આ વર્ષ અને આવતા વર્ષે બ્રિટન યુરોઝોન કરતાં આગળ નીકળી જશે.

• લાઈબ્રેરિયને ચોરેલા દુર્લભ પુસ્તકો વેપારીને આપ્યા

૬૩ વર્ષીય આર્કાઈવિસ્ટ ગ્રેગરી પ્રાઓરે લાઈબ્રેરીમાંથી ૬.૦૮ મિલિયન પાઉન્ડ (૮ મિલિયન ડોલર) ની કિંમતના સેંકડો દુર્લભ પુસ્તકો, ચાર્ટ્સ અને નક્શાઓની ચોરી કર્યાનું અને તે વેપારીને આપ્યા હોવાનું સ્વીકાર્યું હતું. પેન્સિલ્વેનિયાના પીટ્સબર્ગની કાર્નેજિક લાઈબ્રેરીમાં અસભ્ય પુસ્તકોના રૂમની જાળવણી કરતા ગ્રેગરી ચોરી કરવા બદલ અને ચોરાયેલી વસ્તુઓ મેળવવા બદલ દોષી ઠર્યો હતો. આ ચોરીમાં કેલીબન બુક શોપનો ૫૬ વર્ષીય જહોન સ્કલમેન પણ સામેલ હતો. આ બન્નેને આગામી એપ્રિલમાં સજા સંભળાવવામાં આવશે.

• અમેરિકામાં કેન્સરથી થતાં મૃત્યુના પ્રમાણમાં સૌથી મોટો ઘટાડો

સ્મોકિંગ દર ઘટતાં અમેરિકાના ઈતિહાસમાં કેન્સરને લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. એક વર્ષમાં ૨.૨ ટકાનો ઘટાડો પશ્ચિમના દેશોમાં જોવા મળતાં વલણના ભાગરૂપ છે. અમેરિકામાં ૧૯૯૦ના દાયકામાં આ મૃત્યુ દર સૌથી વધુ હતો. ત્યારથી તેમાં ૨૯ ટકાનો ઘટાડો નોંધાયો છે. ફેફ્સાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સરથી થતાં મૃત્યુના દરમાં સુધારો થયો છે. થોડા અંશે સ્વસ્થ જીવનશૈલી અને સુધારા સાથેની અદ્યતન સારવારને લીધે પણ દરેક કેન્સરમાં મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે.


    comments powered by Disqus