સંસ્થા સમાચાર

Wednesday 29th January 2020 05:12 EST
 

• યંગ બ્રિટિશ એશિયન્સ દ્વારા આસ્થા કેર લિમિટેડ અને ગુરુ સાઉન્ડ્ઝ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે લંડન સરસ્વતી મ્યુઝિક ફેસ્ટિવલ ૨૦૨૦નું તા.૦૧.૦૨.૨૦૨૦ને શનિવારે બપોરે ૪ વાગે હરિબેન બચુભાઈ નાગરેચા હોલ 198-202, લેયટન રોડ લંડન E15 1DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. સંદીપ ચક્રવર્તી 07956 636 556

• શીતલ – શીરડી સાઈબાબા ટેમ્પલ એસોસિએશન ઓફ લંડન દ્વારા શીતલ – શીરડી મંદિરના દસમા સ્થાપના દિનની ઉજવણીનું તા.૩૧.૧.૨૦૨૦ને શુક્રવારે બપોરે ૩થી ૫ દરમિયાન યુનિયન હોલ, યુનિયન રોડ, વેમ્બલી HA0 4AU 020 8902 2311

• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૨.૨.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર કલાવતીબેન, જાનકી અને પ્રેમદત્ત તથા પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે તા.૧.૨.૨૦ શનિવારબપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - તા ૨.૨.૨૦ રવિવાર બપોરે ૩ વાગે ભીષ્મ અષ્ટમી નિમિત્તે ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે દર સોમવારે અને શુક્રવારે બપોરે ૪થી ૫.૩૦ યોગ ક્લાસીસ અને દર મંગળવારે બપોરે ૧થી ૩.૩૦ લેડીઝ કીર્તન તથા દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8553 5471

• શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, ૩ - ૯, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781


comments powered by Disqus