અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની બેચલર ઓફ જર્નલિઝમની સેમેસ્ટર-૧ની પરીક્ષામાં પ્રથમ ૧૦ ક્રમમાં ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટનાં વિદ્યાર્થીઓ છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૯માં લેવાયેલી બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની સેમેસ્ટર-૧ની પરીક્ષામાં પ્રથમ દસેય રેન્ક ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન (સીપી આઈજેસી)નાં વિદ્યાર્થીઓને ફાળે ગઈ છે. યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ ૧૦ ક્રમે આવનારમાં ૬ વિદ્યાર્થીનીઓ છે. યુનિવર્સિટીમાં પ્રથમ ૧૦ રેન્ક મેળવનાર સીપી આઈજેસીનાં તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈન્સ્ટિટ્યૂટની સંચાલક સંસ્થા સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન સિદ્ધાર્થ પટેલ અને ઈન્સ્ટિટ્યૂટના નિયામક ડો. હરિ દેસાઈએ અભિનંદન પાઠવ્યાં હતાં.
યુનિવર્સિટીએ પ્રથમ વખત શરૂ કરેલા ત્રણ વર્ષના બીજેએમસીના અભ્યાસક્રમ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ અને વિશાળ હરિયાળા સંકુલમાં સ્થિત ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટનાં બીજેએમસીનાં ૧૧ વિદ્યાર્થી યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ દસ ક્રમે આવ્યાં છે તેમની યાદી નીચે પ્રમાણે છે.
(૧) આચાર્ય અક્ષય ધર્મેન્દ્ર ૭.૭૭ (૨) ભિંડે વૈદેહી ચંદ્રકાંત ૭.૩૯ (૩) કૃપલાની ખુશી નાનક ૭.૩૧ (૪) ગાલા આશિષ જયેશ ૭.૨૮ (૫) પંચોળી રુદ્રી પ્રેમલભાઈ ૭.૨૩ (૬) પટેલ આહના ઉન્મેશ ૭.૦૯
(૬) શેખ કૈફ કૈસર હસીબ અહશાન ૭.૦૯ (૭) દહાણુકર સિદ્ધિ સંજય ૭.૦૫ (૮) પટેલ દૃષ્ટિ મુકેશભાઈ ૬.૯૮ (૯) લાલાણી રોનક સદરૂદીન ૬.૯૨ (૧૦) વાણિયા સાહિલ પ્રવીણભાઈ ૬.૮૭
આ ઉપરાંત ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન (સીપી આઈજેસી)નાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ
સારા એસજીપીએ સાથે ઉત્તીર્ણ થયાં છે.

