સંસ્થા સમાચાર

Wednesday 08th January 2020 05:13 EST
 

• શ્રી સનાતન સેવા સમાજ દ્વારા પૂ. પ્રાગજીભાઈ લાડવા તેમજ સંત શ્રી હીરજીબાપાની પૂણ્યતિથિ નિમિત્તે હરીનામ સંકીર્તન તથા ભજનનું તા.૧૧.૦૧.૨૦૨૦ શનિવારે સાંજે ૫.૩૦થી રાત્રે ૧૧ દરમિયાન હિંદુ મંદિર, હિયરફર્ડ રોડ, લ્યૂસી ફાર્મ, લૂટન LU4 0PS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01582 663 414

• પૂ. રામબાપાના સાનિધ્યમાંરવિવાર તા ૧૨.૦૧.૨૦૨૦ સવારે ૧૧થી૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર એક બહેન છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે તા.૧૧.૦૧.૨૦ શનિવાર બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - તા ૧૨.૦૧.૨૦ રવિવાર બપોરે ૨.૩૦ આદ્ય શક્તિ માતાજીને નૂતન ધજાવિધિ - બપોરે ૩ વાગે ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540

• શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, ૩ - ૯, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના ડિસેમ્બર ૨૦૧૯ના કાર્યક્રમો - તા.૧૧ શનિવાર સાંજે ૫.૩૦થી ૮ આર્ટ ઓફ લિવીંગ - તા.૧૨ રવિવાર સાંજે ૫.૩૦થી ૭ સત્સંગ - માતાકી ચૌકી અને લોહરી - દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ સંપર્ક. 020 8553 5471


comments powered by Disqus