ભારતમાં નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI) ને સાંકળતી ગુનાઓની વાસ્તવિક કથાઓથી પ્રેરાઈને કલર્સ એક નવા શો 'NRI Hadsa' નો પ્રારંભ કરશે. તેના માટે કલર્સ તમામ રીતે સજ્જ છે. ૧૪ પાર્ટની આ સિરીઝમાં અપહરણ, રહસ્યમય સંજોગોમાં હત્યા, ખોટા લગ્નની પ્રપોઝલ અને તેવા અન્ય ગુનાઓને વણી લેવાયા છે જે દર્શકોને લોભાવશે. આ ક્રાઈમ સિરીઝની શરૂઆત ૧૨ ડિસેમ્બર, ૨૦૨૦થી થશે અને દર શનિવાર અને રવિવારે કલર્સ પર રાત્રે ૯ વાગે તેનું પ્રસારણ થશે. ઈન્ડિયા કાસ્ટ ઈન્ટરનેશનલ બિઝનેસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ ગોવિંદ શાહીએ જણાવ્યું કે અમારા દર્શકો માટે આ શો રજૂ કરતા અમે આનંદ અને રોમાંચની લાગણી અનુભવીએ છીએ. હિંદી ટીવી શોઝ અને બોલિવુડ મૂવીઝમાં જુદા જુદા પાત્ર ભજવવા માટે જાણીતા રુશદ રાણા ૧૪ એપિસોડમાં ૭ ક્રાઈમ સ્ટોરી હોસ્ટ કરશે.
વધુ માહિતી માટે સંપર્ક – દપીન્દર સૂરી 07774 610 301