વોશિંગ્ટનઃ ઈલેક્ટેડ પ્રેસિડેન્ટ જો બાઇડેન અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ટીમમાં ભારતીય મૂળના નાગરિકોનો દબદબો જોવા મળશે. બાઇડેને અમેરિકાના સર્જન જનરલ તરીકે વિવેક મૂર્તિ પર પસંદગી ઉતારી છે. ભારતીય મૂળના કમલા હેરિસ વાઈસ પ્રેસિડેન્ટ બન્યા છે તે સાથે જ તેમણે ટીમ બનાવવાની જાહેરાત કરી છે. તેમની ટીમમાં મહત્વની તમામ જવાબદારી મહિલાઓના હાથમાં રહેશે. એશિયન મૂળની મહિલાઓનો સમાવેશ કમલા હેરિસે તેમની ટીમમાં કર્યો છે.
પ્રમુખ બાઇડેને ભારતીય મૂળના વિવેક મૂર્તિને અમેરિકાના સર્જન જનરલ બનાવવાની જાહેરાત કરી છે. વિવેક મૂર્તિને ઓબામાએ સર્જન જનરલ બનાવ્યા હતા. અમેરિકાના સર્જન જનરલ બનનારા વિવેક મૂર્તિ ભારતીય મૂળના પ્રથમ નાગરિક છે.
વિવેક મૂર્તિ અમેરિકાની કોરોના સામેની લડાઈમાં પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. બાઇડેનની ત્રણ હેલ્થ સલાહકાર સમિતિના વડા તરીકે પણ વિવેક મૂર્તિની નિમણૂક થઈ છે. તે સિવાય અરુણ મજૂમદાર અને કિરણ આહુજાને પણ બાઇડેનની સરકારમાં મહત્વની જવાબદારીઓ સોંપાશે એવા અહેવાલો રજૂ થયા હતા.