વોશિંગ્ટન: અમેરિકન સેનેટે સર્વસંમતીથી એક ખરડો પસાર કર્યો છે જેના હેઠળ એમ્પ્લોયમેન્ટ આધારિત ઇમિગ્રેશન વિઝામાં દેશદીઠ સંખ્યાની મર્યાદા હટાવી લેવાઇ છે અને ફેમિલી આધારિત વિઝા વધારાયા છે. જી.૩૮૬ અથવા ફેરનેસ ફોર હાઇ-સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ તરીકે ઓળખાતા આ ખરડાને પગલે લાખ્ખો ભારતીય વ્યવસાયિકોને ફાયદો થશે કે જેઓ ગ્રીનકાર્ડ મેળવવા વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ ના આંકડા અનુસાર, હાલમાં અમેરિકા દર વર્ષે સાત ટકાના કન્ટ્રી કેપ સાથે આવા પ્રકારના ૧,૪૦,૦૦૦ ગ્રીનકાર્ડ ઈશ્યૂ કરે છે. એપ્રિલ ૨૦૨૦ની સ્થિતિએ આઠ લાખ ભારતીય એમ્પ્લોયમેન્ટ આધારિત ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા હતાં.
નાણાકીય વર્ષ ૨૦૧૯માં ભારતીય નાગરિકોને કેટેગરી-૧(EB૧)માં ૯૦૦૮, કેટેગરી-૨ (EB૨)માં ૨૯૦૮ અને કેટેગરી-૩ (EB૩)માં ૫૦૮૩ ગ્રીનકાર્ડ મળ્યાં હતાં.