યુકેની ઝડપથી વિક્સી રહેલી ટોચની ત્રણ પ્રાઈવેટ કંપનીઓ પૈકી એક – નેશનલ કેર ગ્રૂપ

Wednesday 09th December 2020 06:38 EST
 
 

કંપનીએ આ વર્ષે માર્ચથી અત્યાર સુધીમાં ૬૫૦ નવા સ્ટાફની નિમણુંક કરી છે. માર્ચ ૨૦૧૬માં જમીલ માવજી અને ફૈઝલ લાલાણીએ નેશનલ કેર ગ્રૂપની સ્થાપના કરી હતી. કંપની લર્નિંગ ડિસેબિલીટી, મેન્ટલ હેલ્થ અને મગજની ઈજાને લીધે ઉદભવતી વધારાની જટિલ જરૂરિયાતોવાળા લોકોને સપોર્ટ સર્વિસીસ પૂરી પાડે છે. કંપની તેના ગ્રાહકો, પરિવારના સભ્યો, લોકલ ઓથોરિટીઝ અને હેલ્થ કેર પ્રોવાઈડર્સ સાથે નીકટતાપૂર્વક કામ દ્વારા ઉચ્ચ ગુણવત્તાની રેસિડેન્શિયલ કેર, સપોર્ટેડ લિવિંગ, વ્યક્તિને કેન્દ્રમાં રાખીને આઉટરીચ અને હોમ સપોર્ટ તથા ડે સર્વિસીસ પૂરી પાડે છે. નેશનલ કેર ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેમ્સ એલને જણાવ્યું હતું કે સન્ડે ટાઈમ્સ વર્જિન એટલાન્ટિક ફાસ્ટ ટ્રેક100 લીગ ટેબલમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવવાની સિદ્ધિ નેશનલ કેર ગ્રૂપને યુકેમાં એડલ્ટ કેર અને સપોર્ટના અગ્રણી પ્રોવાઈડર તરીકે સ્થાપિત કરવા સ્ટાફની સખત મહેનત અને સ્ટાફે દર્શાવેલી પ્રતિબદ્ધતાનો પૂરાવો છે.
અમે જે વ્યક્તિઓ અને અમારા સહયોગીઓને સપોર્ટ કરીએ છીએ તેમની ક્ષમતાને બહાર લાવવાના વિઝનના આધારે નેશનલ કેર ગ્રૂપનો સતત વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. નેશનલ કેર ગ્રૂપ સાથે કાર્ય કરતાં સંખ્યાબંધ લોકોના અદભૂત કાર્યને લીધે અમે જે વ્યક્તિઓને સપોર્ટ કરીએ છીએ તેમના સારા સ્વાસ્થ્ય માટે અને તેમના સ્વાસ્થ્યના રક્ષણ માટે સંકલ્પબદ્ધતા દર્શાવી છે તેવા સમયે અમને આ સન્માન મળ્યું છે. ૨૦૧૬માં સ્થાપના પછી કંપનીએ ઝડપી વિકાસ સાધ્યો છે અને અત્યાર સુધીમાં ૩૫થી વધુ એક્વિઝિશન્સ પૂરા કર્યા છે. હાલ આ ગ્રૂપમાં ૨,૪૦૦ લોકોનો સમર્પિત સ્ટાફ છે જે જટિલ જરૂરિયાતોવાળા ૧,૨૩૦ લોકોને સપોર્ટ પૂરો પાડે છે. સહ-સ્થાપક જમીલ માવજીએ ઉમેર્યું કે યુકેની ઝડપથી વિકાસ કરતી પ્રાઈવેટ કંપનીઓમાં અમને ટોચમાં સ્થાન મળ્યું તે બદલ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. અમારી કંપનીનો રાષ્ટ્રીય સ્તરે સતત વિકાસ થઈ રહ્યો છે ત્યારે અમે યુનાઈટેડ કિંગ્ડમમાં શ્રેષ્ઠ અને સૌથી ભરોસાપાત્ર કેર એન્ડ સપોર્ટ પ્રોવાઈડર બનવાના વિઝન પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.
વધુ માહિતી માટે સંપર્ક
www.nationalcaregroup.com


    comments powered by Disqus