બર્મિંગહામમાં હાલ થયેલા સ્ટેબિંગ અંગે ‘ગુજરાત સમાચાર’ દ્વારા શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળના ટ્રસ્ટી શ્રી વિનયભાઇ પરમારનો સંપર્ક સાધવામાં હતો અને આ સ્ટેબીંગને કારણે આપણા સમાજમાં કઇ રીતની તકેદારી રખાય છે અને આપણા મંદિરોને શી અસર થઇ છે તેવો પ્રશ્ન કરાયો હતો.
શ્રી વિનયભાઇએ જણાવ્યું કે, એ બનાવ ટાઉન સેન્ટરમાં જ્યાં પબ્સ છે ત્યાં બનેલ છે. આપણું મંદિર એની નજીક નથી. આ અંગે એક વ્યક્તિની ધરપકડ કરાઇ છે અને એની પૂછપરછ ચાલુ છે. એનો આમ કરવાનો ઇરાદો શું છે એ ખબર પડી નથી. પોલીસ રીપોર્ટમાં એ સ્ટેબિંગ્સ એકબીજા સાથે કનેક્ટેડ નથી. હાલ મંદિર તો બંધ છે પરંતુ અમે યુવાનો, વડિલો અને બહેનોને સલાહ આપીએ છીએ કે, મંદિર પાસે આવો ત્યારે ધ્યાન રાખવાનું કે, ગાડી પાર્ક કરો તો અજવાળામાં - જ્યાં લાઇટ હોય ત્યાં જ કરવી. બહેનોએ દાગીના પહેરીને નીકળવું નહિ. એકલા બહાર નીકળવાનું ટાળવું. રોજ-બરોજ સરકારી ગાઇડ લાઇન જોઇ એનું પાલન કરવું. સેનીટાઇઝરથી હાથ ચોખ્ખા રાખવા. માસ્ક પહેરવા અને અંતર રાખવું જરુરી છે.
