ઓશવાલ ઓસોસિએશન ઓફ ધ યુ.કે. (OAUK)તરફથી અને સિગ્મા પરિવારના સહયોગથી જિન-દર્શન પુસ્તકના વિમોચન પ્રસંગ સાથે શ્રુતજ્ઞાનની ઉજવણી કરવામાં આવેલ હતી. સિગ્મા પરિવારજનોનાં ઉપકારી સ્વ. પિતાશ્રી. હંસરાજભાઈ દેવરાજ શાહ અને માતૃશ્રી સ્વ. લલીતાબહેન હંસરાજભાઈ શાહ તેમ જ સ્વ. દિવ્યાબહેન કમલભાઈ શાહના સ્મર્ણાથે આ પુસ્તક પ્રકાશન કરવામાં આવેલ છે.
પૂર્વેના તથા હાલના પ્રમુખશ્રી તુષારભાઈ શાહ તથા નિલેશભાઈ શાહ, અને ધાર્મિક સમિતિના અધ્યક્ષ, શ્રીમતી વર્ષાબહેન શાહનો પૂરેપૂરો સાથ મળેલ છે. ૨૦૧૮માં, OAUKના પચાસ વર્ષ પૂર્ણ થયાની યાદગીરી નિમિત્તે આ દેરાસરની વિધિ ઉપયોગી પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે.
અમે માનીએ છીએ કે આપણો જૈન ધર્મ અને આપણી સંસ્કૃતિને આપણી ભાવિ પેઢીઓ માટે ટકાવી રાખવી જરૂરી છે અને આ પ્રકારના પ્રકાશનથી આપણી ભાવિ પેઢીઓને આપણી ધાર્મિક માન્યતાઓ, દેરાસરની ધાર્મિક વિધિઓ અને આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃત્તિ જે એટલી સમૃદ્ધ છે તેના વિશે સમર્થ બનાવશે એટલું જ નહિ પણ શિક્ષણ અને તાલીમ પણ આપશે. આપણે એક બહુસાંસ્કૃતિક સમાજમાં રહીએ છીએ તેમ છતાં, આપણે આપણાં મૂળને ભૂલવાં ન જોઈએ અને આપણા ખૂબ જ મહત્ત્વપૂર્ણ જૈન ધર્મને વિખરાવવા અને ભૂલાઈ જવા દેવો ન જોઈએ. અમે આશા રાખીએ છીએ કે ઓશવાલ એસોસિએશન તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ આ પુસ્તક ફક્ત યુકેમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં દેરાસરે આવનાર જૈનો તથા બિન-જૈનો માટે ઉપયોગી બનશે.
ઓશવાલ સેન્ટરમાં શરૂ કરવામાં આવેલ પાઠશાળાના વર્ગોમાં સેંકડો ભાવિકોએ જૈન ધર્મના પાયાનું જ્ઞાન મેળવેલ હતું. પાઠશાળાનાં ભાવિકોના ભાવને જોતાં સહુને ઉપયોગી જિનાલયની વિધિ, પૂજા ઇત્યાદિની સમજણ સહિત ‘જિન દર્શન’ પુસ્તક બનાવવાની ભાવના જાગી. અમે આશા રાખીએ કે આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં હોવાથી વધુ ભાવિકો તેનો ઉપયોગ કરી શકશે. આ સરળ, ચિત્રમય દ્ધિભાષી જ્ઞાન પુસ્તક બાળકો, યુવાનો અને વડીલો ભણી શકે, જાણી શકે અને ઉપયોગ કરી શકે તે માટે તેમાં ક્રમસર, અર્થસભર, માર્ગદર્શન આપનાર કેટલાંક ચિત્રો સાથે જિન દર્શન–પૂજા વિધિ, જરૂરી ક્રિયા, સાધના, સૂત્રો તેમજ સ્તવન, ભક્તિ ગીતો આદીની વ્યવસ્થિત રીતે વિગતવાર સમજણ આપવામાં આવી છે. જિન દર્શન પુસ્તકના સંપાદક, અધ્યાપક અને સંકલકર્તા છે, પૂજ્ય શ્રી જયેશભાઈ શાહ. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી તે તૈયાર કરવામાં આવી છે. પૂજ્ય જયેશભાઈ ફક્ત જ્ઞાનના સાગર જ નહિ પણ એક તેજસ્વી સિતારા, માનવીના માર્ગદર્શક, શાણપણ, વિવેકવિચાર અને જીવદયા પ્રદર્શિત કરનાર એક માહાન આત્મા છે.
પુસ્તક બનાવવાના વિચારને અમલમાં મૂકવા માટે ઘણી જ ધીરજ સાથે કાર્યમાં મગ્ન બનવાથી કાર્ય સફળ બની શકે છે. આ માટે ઘણા બધાનો સાથ મળેલ છે. વિષેશમાં સમગ્ર સંગ્રહને બનાવવાના સંશોધન કાર્યમાં, રચનાઓ તથા ચિત્રોની વ્યવસ્થિત ગોઠવણી કરવામાં, ગુજરાતીનું અંગ્રેજીમાં ભાષાંતર કરી સંપૂર્ણ પુસ્તકને બંન્ને ભાષાઓમાં ટાઇપસેટ અને પ્રકાશિત કરવાના ભગીરથ કાર્યમાં શ્રીમતી શોભાબહેન હરીશ શાહ અને શ્રીમાન હરીશભાઈ મેઘજી શાહ તરફ હ્રદયપૂર્વક સેવાનું યોગદાન મળ્યું છે.
વડીલોએ વાવેલું બીજ આજે આપણું વિશાળ વટવૃક્ષ બની રહ્યું છે. આ જ વટવૃક્ષને સમય, શક્તિ અને સેવારૂપી પાણી આપવું એ દરેકની ફરજ છે જેથી તેનો છાંયો આપણી ભાવી પેઢી સુધી પહોંચે. બાળકો, યુવાનો અને વડીલોને ધ્યાનમાં રાખીને જિન દર્શન વિધિનું પૂસ્તક પ્રકાશન થયું છે. આ પુસ્તક વિશ્વભરમાં દરેક દેરાસરમાં દર્શન-પૂજા માટે ઉપયોગી બનશે અને વિનય અને વિવેકપૂર્વક સમજણથી દર્શન-પૂજા વિધિનું જ્ઞાન પ્રાપ્ત થશે એવી અપેક્ષા છે.
અમે ઇચ્છીએ છીએ કે વિશ્વભરમાં બધા લોકો તરફથી આ પુસ્તકનો ઉપયોગ કરવામાં આવે. ઇસ્ટ આફ્રિકા, ભારત, યુએસે, કેનેડા અને ઑસ્ટ્રેલિયામાં વિતરણ કાર્યની શરૂઆત થઈ ગયેલ છે.
વધુ માહિતી કે જિન દર્શન પુસ્તકની નકલ મેળવવા, કૃપા કરી સંપર્ક કરશો: [email protected]
અંતરની શુભ્ચ્છા અને જય જિનેન્દ્ર
સ્વ. શ્રીમતી લલીતાબહેન અને સ્વ. શ્રીમાન હંસરાજભાઈ દેવરાજ શાહ પરિવાર ભરત, મનીષ અને કમલ શાહ, લંડન - યુ.કે.