• નવનાત વણિક એસોસિએશનના પર્યુષણના કાર્યક્રમોમાં દરરોજ સવારના ૧૦.૩૦ થી ૧૨ પરમ સંબોધીજી મહાસતીજીના લાઇવ પ્રવચનો, બપોરના ૩ થી ૪ શાસન પ્રભાવક દ્વારા કથાનક, સાંજના દેરાવાસી પ્રતિક્રમણ ૬.૧૫ થી ૮.૧૦ (પહેલા ચૈત્યવંદન બાદ ૬.૪૫ થી પ્રતિક્રમણ), સ્થાનકવાસી પ્રતિક્રમણ સાંજના ૬.૩૦ થી ૮.૧૦ , ઇંગ્લીશમાં પ્રતિક્રમણ ૭ થી ૮.૩૦, રાતના ૮.૧૫ થી ૧૦.૧૫ ભાવના, આરતી, મંગળ દીવો. વિશેષ કાર્યક્રમો: રવિવાર ૧૬ ઓગષ્ટ મહાવીર જન્મ, સપના ઉચ્છવણી બપોરના ૨ થી ૫. ગુરુવાર ૨૦ ઓગષ્ટ સાંજના ૮.૪૫ થી તપસ્વીઓનું બહુમાન. ૨૨ ઓગષ્ટ, સંવત્સરી પ્રતિક્રમણ : દેરાવાસી બપોરના ૪.૧૫ વાગ્યે. સ્થાનકવાસી બપોરના ૫.૧૫થી (આલોયણા બપોરના ૩ થી ૪). વધુ વિગત માટે જુઓ ફ્લાયર.
• ઓશવાળ એસોસિએશન આ વર્ષે કોવીદ-૧૯ના કારણે પહેલી વખત ૯ શાખાના સામૂહિક પર્યુષણની ઉજવણી વર્ચ્યુઅલ વેબકાસ્ટ દ્વારા થશે. દરરોજ સવારના ૮ વાગે દહેરાસરમાં પૂજા, આરતી, મંગળ દીવોનું વેબકાસ્ટ થશે. સવારના ૯.૪૫ થી બપોરના ૧ સુધી બધી જૈન સંસ્થાઓ"વન જૈન"નો કાર્યક્રમ થશે. એ સિવાય દરરોજ ૧૧ વાગ્યાથી શ્રી જયેશભાઇના પ્રવચન, સાંજના ૬.૪૫ થી પ્રતિક્રમણ, ભાવના, ૧૯ ઓગષ્ટના મહાવીર જન્મ કલ્યાણક, સંવત્સરી પ્રતિક્રમણ વગેરે કાર્યક્રમો માટે વીઝીટ કરો : http://www.oshwal.org.uk/paryushan-2020 and you tube channel : http://www.youtube.com/c/oshwaluk પર જીવંત પ્રસારણ જોઇ શકાશે.
• જૈન નેટવર્ક, કોલીન્ડલમાં દરરોજ સવારના ૯ થી ૧૦.૩૦ સ્નાત્ર પૂજા, જૈનાચાર્ય પદ્મભૂષણ રત્નસુંદરજી મહારાજ સાહેબના વ્યાખ્યાન સવારના ૧૧ થી ૧૨.૩૦. ઓન લાઇન. સાંજે આરતી, મંગળ દીવો અને ભક્તિ ભાવના. બુધવાર તા. ૧૯ ઓગષ્ટના મહાવીર જન્મ કલ્યાણક, પ્રતિક્રમણની વ્યવસ્થા સહિતના અન્ય કાર્યક્રમો જૈન સેન્ટરમાં કોરોના નીતિ-નિયમોના પાલનને ધ્યાનમાં રાખી કરાશે. હાલ જૈન સેન્ટરનું બિલ્ડીંગ કામ ચાલતું હોવાથી Flight Ways resources centre, The Concourse, Colindale, London NW9 5UX ખાતે પર્યુષણ પર્વ, મહાવીર જયંતિ અને પ્રતિક્રમણની વ્યવસ્થા ડીસ્ટન્સના અને માસ્ક પહેરવાના સરકારી આદેશને અનુસરીને થશે. વધુ વિગત માટે સંપર્ક: 020 8200 8208 email: [email protected] / www.jainnetwork.com
• મહાવીર ફાઉન્ડેશનના ઉપક્રમે દરરોજ સવારના ૧૦ વાગ્યે શ્રી જયપ્રભ વિજયજી મહારાજ સાહેબના વ્યાખ્યાન, બપોરના ૨.૩૦ થી આરાધના, અનુષ્ઠાન, પૂજન જૈન વિદ્વાન પં.નિકુંજ ગુરુજી કરાવશે. સાંજે ૬ વાગ્યે પ્રતિક્રમણ અને ૮ વાગ્યે ભાવના જાણીતા સંગીતકાર અને વિધિકાર બેલડી હર્ષિલ અને મોક્ષિત કરાવશે. મહાવીર જન્મ કલ્યાણક બુધવાર ૧૯ ઓગષ્ટના બપોરે ૨.૩૦થી અને સંવત્સરી પ્રતિક્રમણ સાંજના ૪ વાગ્યાથી થશે. વધુ વિગત માટે વીઝીટ www.mahavirfoundation.com
• શ્રીમદ્ રાજચંદ્ર મિશનના તા. ૧૫ થી ૨૧ ઓગષ્ટ સવારના ૮ થી ૧૦ સ્નાત્ર પૂજા અને પ્રવચન, ઉત્તરાધ્યયન સૂત્ર, સાંજના ૭ .૩૦ થી ૧૦ ભાવ પ્રતિક્રમણ, પ્રવચન, શ્રીમદ્ રાજચંદ્ર વાચન, ૧૯ ઓગષ્ટ : મહાવીર જન્મ કલ્યાણક સવારના ૮ થી ૧૧. ધરમપુરથી પૂ.ગુરુદેવ શ્રી રાકેશભાઇના પ્રવચનોની શ્રેણીના દરરોજના જીવંત પ્રસારણનો લાભ મુમુક્ષો લઇ શકશે. ૨૨ ઓગષ્ટ સંવત્સરી: સવારના ૯ થી ૧૧ પ્રવચન, શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત. સાંજના ૬ થી ૯ પ્રતિક્રમણ. Visit: uk. srmd. org / zoom.(Pass word. 2609)or call 07591 083 156.
• લેસ્ટર જૈન સમાજ યુરોપના ઉપક્રમે શ્વેતામ્બર, સ્થાનકવાસી અને દિગમ્બર દશલક્ષણી મહાપર્વની ઉજવણી દરરોજ સવારના ૧૧ થી ૧ શ્રાવક જીવનના કર્તવ્યો વિષે વાંચન તથા દર્શનનો લાભ અને આરતી, દીવો, બપોરના ૨.૩૦ થી ૪ ભક્તિ, સાંજના ૬.૪૫ થી પ્રતિક્રમણ થશે. મહાવીર જયંતિ ૧૯ ઓગષ્ટના રોજ કલ્પસૂત્ર વાંચન અને ૨૨ ઓગષ્ટના સંવત્સરી પ્રતિક્રમણ થશે. ૨૩ ઓગષ્ટથી ૧ નવેમ્બર સુધી દશ લક્ષણી પર્વ ઉજવાશે. વધુ વિગત માટે સંપર્ક : ઉષાબેન મહેતા 0044 7440 056 701. લોગ ઇન લીંક ઇ મેઇલ અથવા વોટ્સએપ દ્વારા જણાવાશે.
• વણિક એસોસિએશન યુ.કે.ના પર્યુષણ ઝૂમ પર પ્રતિક્રમણ તા ૧૫, ૧૭,૧૮,૧૯,૨૦ અને ૨૧ ઓગષ્ટના રોજ સાંજના ૬.૩૦ થી થશે. અને તા ૧૬ ઓગષ્ટના મહાવીર જયંતિ સાંજના ૫.૩૦ થી ઉજવાશે અને ડો.વિનોદ કપાશી જન્મ વાંચન અને પ્રવચન આપશે. તા ૨૨ના સંવત્સરી પ્રતિક્રમણ સાંજના ૫.૩૦થી થશે. Meeting ID :881 3977 6414 Password 037295.વધુ વિગત માટે સંપર્ક : રક્ષાબેન શાહ 07947 833 970
• સાઉથ ઇસ્ટ જૈન એસોસિએશન, ક્રોલીમાં પર્યુષણ પર્વની ઉજવણી વર્ચ્યુઅલ માધ્યમથી થશે. જિનવર ભક્તિ, સ્વાધ્યાય, સામાયિક, પ્રતિક્રમણ, દેવ દર્શન, પૂજા ભક્તિનું આયોજન થયેલ છે. પૂ. પ્રતિભા પ્રજ્ઞાજી તથા ભારતના તપોવન ક્ષેત્રથી સવાર - સાંજ વ્યાખ્યાનમાળાનો લાભ મળશે.
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, લંડન તરફથી ઝૂમ તથા યુ ટ્યુબ ઉપર પર્યુષણ પર્વની ઉજવણી થશે. સવારના ૮ વાગ્યે પાલીતાણાથી લાઇવ સ્નાત્ર પૂજા, ૯.૩૦ વાગ્યાથી વ્યાખ્યાન આચાર્ય ભગવંત શ્રી રવિદેવસૂરી મહારાજ આપશે.
સાંજના પ્રતિક્રમણ અમદાવાદથી વિધિકાર રાજેશ કુમાર શાહ કરાવશે. રાતના ૮.૧૫થી ભાવના પાલીતાણાથી અનિલભાઇ ગેમાવત અને ગૃપ કરાવશે. તા.૧૯-૮-૨૦ના મહાવીર જન્મ કલ્યાણક બપોરના ૨.૩૦ થી ૫.૩૦. વધુ વિગત માટે સંપર્ક : રોહિતભાઇ શાહ ૦૭૭૬૬૦૦૫૫૦૦
• શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સના ઉપક્રમે પર્યુષણ વર્ચ્યુઅલી ઝૂમ પર થશે. દરરોજ સાંજે દેરાવાસી અને સ્થાનકવાસીના પ્રતિક્રમણ ૬.૧૫ થી ૮ થશે. ત્યારબાદ ભાવના ૧૫ ઓગષ્ટે પ્રીયેશ અને સાગર મહેતા કરાવશે. ૧૯ ઓગષ્ટે સ્તવન નાઇટ , ૧૮ અને ૨૨ ઓગષ્ટે પ્રતિક્રમણ સાંજના ૫.૧૫થી શરૂ થશે. ૧૯ ઓગષ્ટે મહાવીર જયંતિ રાતના ૮ થી ૧૦. સંવત્સરીના દિવસે ક્ષમાપના અને તપસ્વીઓનું બહુમાન. વધુ વિગત માટે સંપર્ક: દેરાવાસી પ્રતિક્રમણ હુલ્લાસભાઇ મહેતા (07904 103 015)અને સ્થાનકવાસી માટે છાયાબહેન શાહ (07974 747 424).
