અસાઈલમ ક્લેઈમ્સ કોણ કરી શકે અને કોણ નહિ

- સનમ કૈઝર, એડવાઈઝર Wednesday 12th February 2020 06:54 EST
 
 

રેફ્યુજીસના સ્ટેટસ સંબંધિત ૧૯૫૧ની જીનિવા સમજૂતીમાં યુકે લિસ્ટેડ સીગ્નેટરી છે અને તે આશ્રય રક્ષણ આપવા માટે બંધાયેલું છે. આ પ્રકારનું રક્ષણ મેળવવા માગતી કોઈપણ વ્યકિત તેના અસાઈલમ ક્લેઈમ વિશે નિર્ણય ન લેવાય ત્યાં સુધી યુકેમાં રહેવા હકદાર છે. ‘અસાઈલમ’ મંજૂર કરવાનો અર્થ જે તે વ્યક્તિને પોતાના દેશમાં પોતાના પર અત્યાચારનું જોખમ હોવાના કારણે દેશમાં રહેવાની પરવાનગી આપવી.

અસાઈલમ મેળવવા માગતી વ્યક્તિએ પોતાના દેશમાં તેમની જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, રાજકીય અભિપ્રાય અથવા કોઈ ચોક્કસ સોશિયલ ગ્રૂપના સભ્યપદને લીધે જોખમનો આધારભૂત ભય હોય તો તેની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. તેઓ પોતાના દેશની ઓથોરિટી તરફથી રક્ષણ મેળવી શકે તેમ ન હોય અથવા રક્ષણ મેળવવા ઈચ્છતા ન હોય તો તેની વિગતવાર માહિતી આપવી પડશે. અસાઈલમ માટે ક્લેઈમ કરવાનો અધિકાર એ આંતરરાષ્ટ્રીય કાયદો છે. જે લોકો અસાઈલમ માટેના ધારાધોરણોનું પાલન કરતા હોય તેમને રક્ષણ પૂરું પાડવું સરકારોની જવાબદારી છે.

આ અત્યાચારનું કારણ નીચે મુજબનું જ હોવું જોઈએઃ

• આપની જાતિ

• આપનો ધર્મ

• આપની રાષ્ટ્રીયતા

• આપનો રાજકીય અભિપ્રાય-માન્યતા

• આપના દેશની સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અથવા રાજકીય પરિસ્થિતિને લીધે આપના પર જોખમ હોય તેવી અન્ય કોઈ પણ બાબત, ઉદાહરણ તરીકે આપની જાતિ (જેન્ડર), જાતિય ઓળખ અથવા જાતિય વલણ-સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન.

• આપ આપના દેશની ઓથોરિટી પાસેથી રક્ષણ મેળવવામાં નિષ્ફળ રહ્યા જ હોવા જોઈએ.

આપના ક્લેઈમ પર નીચેના કારણસર વિચારણા કરવામાં આવશે નહિઃ

• જો આપ ઈયુ દેશમાંથી આવતા હો

• આપ બીજા દેશમાં અસાઈલમનો ક્લેઈમ કરી શકતા હો અને તેના સંપર્કમાં હો. ઉદાહરણ તરીકે યુકે આવ્યા પહેલા આપે ઈયુ દેશમાં અસાઈલમનો ક્લેઈમ કર્યો હોય.

મોટાભાગના કેસીસ માનવ અધિકાર પર આધારિત હોય છે જે સામાન્ય રીતે આર્ટિકલ ૩ (પ્રોહિબિશન ઓન ટોર્ચર એન્ડ ઈનહ્યુમન ઓર ડિગ્રેડિંગ ટ્રીટમેન્ટ) અથવા આર્ટિકલ ૮ (રાઈટ ટુ રિસ્પેક્ટ ફોર ફેમિલી લાઈફ એન્ડ પ્રાઈવેટ લાઈફ) સાથે સંકળાયેલા હોય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો.

ઈમેલ- [email protected] અથવા આપના કેસની ચર્ચા કરવા કન્સલ્ટેશનની વ્યવસ્થા માટે 07951954119 પર કોલ કરો.


comments powered by Disqus