રામ કી ચિડિયા રામ કે ખેત......

- ભરત સચાનિયા લંડન Wednesday 12th February 2020 05:10 EST
 

 

તા ૨૮ ડિસેમ્બરના ગુજરાત સમાચારના પાન. ૧૪ પર સી બીએ વાચકોને અમુક સવાલો કરીને પ્રતિભાવ આપવા વિનંતી કરેલી તેમાં હું મારા મંતવ્યો આપું છું. આ પ્રતિભાવ મારા અંગત છે જેની નોંધ વાચકોએ લેવી.

૧ વીતેલા વર્ષમાં સુખ દુઃખ જે પણ થયું હોય તે ભૂતકાળ છે. તે પાછો નથી આવવાનો માટે ક્યારેય કોઈ બાબતમાં અસંતોષ કે ખોટું લાગ્યું હોય તો તેને ભૂલી જવાનું યોગ્ય છે. મનમાં વધુ બોજ રાખવાથી આપણને જ નુકસાન છે, માટે ભૂલો અને આગળ વધો.

૨ બ્રિટિશ ભારતીયોનું રાજકારણ એક સેવાનું સાધન છે. દુનિયાના દરેક દેશોમાં છે. અહીં પણ મૂળ ભારતીયો રાજકારણમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ભલે ઓછી સંખ્યામાં હોય પણ ખૂબ ખુશી સાથે કામ કરે છે. ભારતીયો જાહેર જીવનમાં અનેક પ્રકારે આ દેશમાં સેવા આપે છે, જેમાં દરેક જાતિના મૂળ ભારતીયો છે. બ્રિટિશ ભારતીયો ભારત પ્રત્યે પણ ખૂબ જાગૃત છે. હા, અમુક લોકો તેમાં અપવાદ છે.

૩ સનાતન સંસ્કૃતિ - આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ભલે આપણે આ દેશના નાગરિક હોઈએ પણ આપણી સંસ્કૃતિ અને ધર્મ જુદો છે અને એમાં કોઈ બાંધછોડ ન હોવી જોઈએ. જયારે પણ સંસ્કૃતિ અને ધર્મ વિષે વિવાદ થાય ત્યારે આપણે એક થઈને ખૂબ પ્રતિભાવ આપવો રહ્યો. તેના માટે હંમેશા જાગૃત રહીને આપણે સચોટ સહકાર આપવો રહ્યો. તેના વિરોધ માટે આપણે જે તે લોકો સંસ્થા કે રાજકીય પક્ષોને જોરદાર રજૂઆત કરવી. દેખાવોમાં પણ ભાગ લેવો જોઈએ.

૪ ભારત બ્રિટન - આપણે બન્ને દેશોના સંબધો સારા બનાવવા માટે આ દેશના નિયમોનું ધ્યાન રાખવું અગત્યનું છે. કોઈ વિવાદ હોય તો વાતચીતથી તેનો ઉકેલ લાવવો જોઈએ.

૫ યહુદીઓ - આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. યહૂદીઓ આ દુનિયામાં લગભગ નાબૂદ થયા હતા. સામુહિક હત્યાઓ થઈ છતાં એ કોમ એક રહીને આજે એક મિસાલ બની છે. ઇઝરાયલ ચારે બાજુએ મુસ્લિમ દેશોથી ઘેરાયેલો ટચુકડો દેશ છે. છતાં તેના નાગરિકો ભયભીત થયા વિના દુનિયામાં આજે ખૂબ પ્રતિષ્ઠાપૂર્વક આગળ વધ્યા છે. તેમની એકતાને સલામ.

૬ આરોગ્ય - આજના જમાનામાં આરોગ્યની ચિંતા વધી છે. આજે એવા અનેક રોગો લાગુ પડ્યા છે કે જેની વાત ના પૂછો. આજે લોકો ઘરને બદલે બહાર જમવાનું એટલે કે ફાસ્ટ ફૂડમાં વધુ રચ્યા પચ્યા છે. બીમાર પડે તેને દવાની જરૂર હોય જ. એક વાત યાદ રાખવાની ખૂબ આવશ્કયતા છે. બીમારી માટે દવા અને દાક્તરોની સલાહને અવગણવું નહિ. દવાઓના ડોઝમાં વધારો આપમેળે કરવાથી ખૂબ નુકસાન થાય છે. જે દવા હેલ્થ એડવાઈઝરો, ડોક્ટરોએ આપી હોય છતાં ફાયદો ન થતો હોય તો તેના માટે ડોઝ વધારવો બહુ ખતરનાક હોય છે. આવો આંધળો નિર્ણય લેવો નહિ પણ આપણા ડોક્ટરોને જણાવી દેવું હિતકારી રહેશે.

 


comments powered by Disqus