સંસ્થા સમાચાર

Wednesday 12th February 2020 05:08 EST
 

• BAPS સ્વામીનારાયણ મંદિર લંડન, ૧૦૫-૧૧૯, બ્રેન્ટફિલ્ડ રોડ, લંડન NW10 8LD ખાતે તા.૨૧.૨.૨૦ને શુક્રવારે સવારે ૯થી રાત્રે ૮ દરમિયાન મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે બીલીપત્ર અને દૂધ દ્વારા વૈદિક મહારૂદ્રાભિષેક યોજાશે. સવારે ૯થી રાત્રે ૮ મહારૂદ્રાભિષેક, સવારે ૯થી રાત્રે ૮ અન્નકૂટ દર્શન, બપોરે ૧૧.૪૫થી ૧૨ અન્નકૂટ આરતી અને સાંજે ૭થી ૭.૨૦ સંધ્યા આરતી થશે. મંદિરની હવેલીમાં શ્રી અમરનાથના પ્રતિક સ્વરૂપે બરફના શિવલિંગના દર્શનનો લાભ મળશે. સંપર્ક. 020 8965 2651

• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૧૬.૨.૨૦ સવારે ૧૧થી ૫દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈ સ્ટ્રીટ, કાઉલી, મીડલસેક્સ UB8 2EZ ખાતે તા.૧૫.૨.૨૦ શનિવાર- બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા - તા ૧૬.૨.૨૦ રવિવાર બપોરે ૩ વાગે ભજન, બાદમાં આરતી અને મહાપ્રસાદ - સંપર્ક. 07882 253 540

• ધ ભવન – ભારતીય વિદ્યા ભવન ૪એ, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા.૧૬.૨.૨૦ સાંજે ૬.૩૦થી ૮ દરમિયાન ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થશે. તેમાં ચીફ ગેસ્ટ ઓફ ઓનર તરીકે યુકે ખાતેના ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર ચરણજીત સિંઘ ઉપસ્થિત રહેશે. સાંજે ૬.૩૦થી ૭ રિફ્રેશમેન્ટ – સાંજે ૭ વાગે મહાનુભાવોના ભાષણ અને બાદમાં દેશભક્તિના ગીતો અને નૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે. સંપર્ક. 020 7381 3086

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતેના કાર્યક્રમો - તા.૧૫.૨.૨૦ સાંજે ૬.૩૦ શ્રી ઠાકુર અનુકુલચંદ્રનો સત્સંગ - તા.૧૬.૨.૨૦ સાંજે ૫.૩૦થી ૭.૧૫ સત્સંગ – દર બુધવારે સાંજે ૬થી ૮ યોગ અને ધ્યાન તથા સાંજે ૭.૩૦થી ૯.૩૦ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા - દર ગુરુવારેસવારે ૧૧થી બપોરે ૧.૩૦ સિનીયર સિટિઝન્સ એસેમ્બલી અને સાંજે ૮થી ૯ ડાન્સ યોગ થાય છે. સંપર્ક. 020 8553 5471

• Tateદ્વારા ૧૭મી સદીના ઉત્તરાર્ધની બ્રિટનની બરોક આર્ટને રજૂ કરતા સૌ પ્રથમ એક્ઝિબિશન ‘બ્રિટિશ બરોકઃ પાવર એન્ડ ઈલ્યુઝન’નું તા.૧૯.૦૪.૨૦૨૦ સુધી સવારે ૯.૪૫થી સાંજે ૬ દરમિયાન TATE BRITAIN, મિલબેન્ક, લંડન SW1P 4RG ( મિલબેન્ક એન્ટ્રન્સથી પ્રવેશ મેળવવો) ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7887 8888

• શ્રી સનાતન ધર્મ, દુર્ગા મંદિર, ૩ - ૯, નોર્મન રોડ, ઈલ્ફર્ડ IG1 2NH ખાતે દર રવિવારે સાંજે ૬થી ૮ માતા કી ચૌકી, મહિનાના ત્રીજા મંગળવારે સવારે ૧૧થી ૧ સુંદર કાંડનો પાઠ, મહિનાના ત્રીજા ગુરુવારે સાંજે ૭થી ૮ શ્રી સત્ય સાંઈબાબાના ભજનો, દર મહિનાની પૂનમે સાંજે ૬થી ૭.૩૦ સત્યારાયણની કથા, દર ગુરુવારે સાંજે ૭થી ૮ ભાગવત ગીતાના ક્લાસ અને દર બુધવારે સવારે ૧૦થી ૧૧ તથા શુક્રવારે સવારે ૧૦થી ૧૧.૩૦ યોગ ક્લાસીસ ચાલે છે. સંપર્ક. 020 8514 4781


comments powered by Disqus