દુનિયાભરની સહેલગાહ કરાવનાર ‘‘Nick’s Maharajah Tours”ની આશ્ચર્યજનક ઓફરો

Thursday 16th January 2020 03:51 EST
 
 

(Nick’s Maharajah Tours) નીક્સ મહારાજા ટૂર્સ એ ખાસ કરીને ઇન્ડિયન કોમ્યુનિટી માટે યુ.કે. સ્થિત લાયસન્સ ધરાવનાર ગ્રુપ ટ્રાવેલ સ્પેશીયાલીસ્ટ છે. જેઓને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનો ૪૦ વર્ષથી વધુ સમયનો અનુભવ છે. યુ.કે.માં રહેતા સૌ ગુજરાતી, ભારતીયો "નીક ટ્રાવેલ એન્ડ ટૂર્સ" દ્વારા યોજિત ઘણી ટૂરોમાં જઇ આવ્યા હશો. એ સ્વર્ગસ્થ નીક કોટેચાના ધર્મપત્ની માલા કોટેચા દ્વારા "નીક્સ ટ્રાવેલ મહારાજા ટૂર્સનું વિશ્વભરના જોવાલાયક, આહલાદક સ્થળોની ટૂરોનું આયોજન કરે છે. આગામી માર્ચમાં તેઓએ કેરેબિયન ક્રૂઝનું આયોજન કર્યું છે. પૂ. બાપુની રામકથા માટે મલયેશિયા જનાર હરિભક્તો માટે પણ રિસોર્ટસ બુકીંગ થઇ રહ્યું છે. માલા કોટેચા કહે છે કે, “લાંબા સમયથી અમે ટૂરોનું આયોજન કરતા હોવાથી અમને ખબર છે કે આપણી ઇન્ડિયન કોમ્યુનિટીને ટૂર દરમિયાન શેની જરૂરિયાત હોય છે જેથી અમે ટ્રાવેલ દરમિયાન સૌ હોલીડેનો અદભૂત આનંદ માણી શકે એની ખુબ તકેદારી રાખીએ છીએ.
તમારે હવાઇ માર્ગે, ટ્રેન અથવા કોચ દ્વારા તેમજ લકઝરી ક્રૂઝ દ્વારા દુનિયાની સુખદ સફર માણવી હોય તો અમારી પાસે તમને ગમે તેવી, તમારી પસંદગીની ઘણી ટ્રીપ્સનું લીસ્ટ છે. અમે ગ્રુપ ટૂર્સના સ્પેશીયાલીસ્ટ છીએ તદઉપરાંત દુનિયાભરમાં જ્યાં કથાઓ થતી હોય ત્યાં જવા માટે ગ્રુપ ટ્રાવેલનું આયોજન કરી આપીએ છીએ. અમે તમામ ટ્રાવેલ એરેન્જમેન્ટ કરતી વખતે અમારા પ્રવાસીઓને સ્વાદિષ્ટ ભારતીય ભોજન મળે, હોટેલ માટે જે રીતે પૈસાનો ખર્ચ કર્યો હોય એ પ્રમાણે કવોલીટી હોટેલની સગવડ મળે એની ખાસ કાળજી રાખીએ છીએ. ઉપરાંત બધી જ ભારતીય ભાષાના જાણકાર અમારા ટૂર મેનેજર તમારી સાથે ટ્રાવેલ કરશે.
 અલાસ્કાથી માંડી યુએસએના વેસ્ટ કોસ્ટ, જાપાનથી માંડી ચાઇના, વિયેટનામથી લઇ બાલી, ઓસ્ટ્રેલિઆથી માંડી ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયાથી તિબેટ સહિત અનેક ટૂરો દ્વારા અમે લાખ્ખો પ્રવાસીઓને દુનિયાભરની સહેલગાહ કરાવી છે. જિંદગીની ઉત્તેજનાત્મક, આનંદદાયક યાદગાર પળો બની જાય એવી અમે અમારા પ્રવાસી ભાઇબહેનો, વડીલો માટે ખાસ ઓફરો લઇ આવ્યા છીએ.
તમારે વ્યક્તિગત કે ફેમીલી સાથે ટ્રાવેલ કરવું હોય એવી હોલીડે સર્વિસ પણ અમે પૂરી પાડીએ છીએ. હવે પછી તમારે કયાં હોલીડે કરવા જવું છે? અમે તમારા માટે સરસ આયોજન કરી શકીએ છીએ! તમારે ફલાઇટ, હોટેલ્સ, હોલીડે પેકેજીસ અથવા ક્રુઝીસમાં જવાની ઇચ્છા હોય તો હવે પછીની તમારી હોલીડે માટે અમારા ટ્રાવેલ સ્પેશીયાલીસ્ટ તમને કોમ્પેટેટીવ પ્રાઇઝીસ અને એક્સકલુઝીવ ઓફર આપી શકે છે.
૨૦૨૦ના નવા વર્ષ માટે અમારી પાસે શ્રેષ્ઠ ઓફરો છે- આ ઇમેઝીંગ (આશ્ચર્યજનક) ડીલની ઓફરોનો જરૂર લાભ લો.

વધુ વિગત માટે સંપર્ક
માલા કોટેચા :
07956 154 846


comments powered by Disqus