મનિલાઃ ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં સોમવારે તાલ જ્વાળામુખી ફાટ્યો હતો. જ્વાળામુખીમાંથી નીકળતો લાવા ૧૦થી ૧૫ ફૂટ દૂર ફેલાયો હતો. જ્વાળામુખીમાંથી નીકળતો લાવા નજીકના તળાવમાં પડવાના કારણે સુનામીનો પણ ખતરો મંડરાયો છે. સાવચેતીના પગલાં રૂપે તંત્રે ૮૦૦૦ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડ્યા છે.
લુઝોન દ્વીપ પર આવેલો તાલ વોલ્કનો દેશના અતિસક્રિય જ્વાળામુખીમાનો એક છે. જ્વાળામુખી ફાટતા લાવાના ગોટેગોટા આકાશતરફ જઈ રહેલા દેખાતા હતા. તાલ દુનિયાનો સૌથી સક્રિય જ્વાળામુખી છે. છેલ્લા ૪૫૦ વર્ષોમાં આ જ્વાળામુખી લગભગ ૩૪ વાર ફાટી ચૂક્યો છે.

