રજનીકાંતની ‘દરબાર’ રિલીઝ સાથે જ લિક

Sunday 19th January 2020 01:43 EST
 
 

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’ ૯ જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મ રિલીઝ થયા બાદ થોડા જ કલાકોમાં તમિલરોકર્સ પર આ ફિલ્મ ઓનલાઇન લિક થઇ ગઈ હતી. જોકે આવું પહેલીવાર નથી બન્યું કે પાઈરસી વેબસાઈટ તમિલરોકર્સ પર કોઈ ફિલ્મ લિક થઇ ગઈ હોય. તમિલરોકર્સ પર બોલિવૂડ, હોલિવૂડ દરેક ઇન્ડસ્ટ્રીની ફિલ્મો લિક થતી રહે છે.
‘દરબાર’ને એ. આર. મુરુગાદોસે ડિરેક્ટ કરી છે અને લાયકા પ્રોડક્શન હાઉસે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં રજનીકાંત ડબલ રોલમાં છે. એક કેરેક્ટર પોલીસનું છે અને એક સામાજિક કાર્યકરનું છે. ફિલ્મમાં નયનતારા અને સુનિલ શેટ્ટી પણ મહત્ત્વના રોલમાં છે. ‘દરબાર’ રજનીકાંતની ૧૬૭મી ફિલ્મ છે.


comments powered by Disqus