બોલિવૂડ સ્ટાર સલમાન ખાને ‘કભી ઈદ કભી દિવાલી’ નામની નવી ફિલ્મ તાજેતરમાં અનાઉન્સ કરી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૧માં ઈદ પર રિલીઝ થશે. સ્વાભાવિક છે કે ૨૦૨૦ની ઈદ પર તેની ‘રાધે’ ફિલ્મ રિલીઝ થવાની છે. ‘કભી ઈદ કભી દિવાલી’ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે અને ડિરેક્ટર ફરહાદ સામજી ફિલ્મને ડિરેક્ટ કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે સલમાનને દશકનો સ્ટાર ગણવામાં આવી રહ્યો છે. તેની ‘દબંગ-૩’ ફિલ્મ છેલ્લે આવી હતી. બોક્સ ઓફિસના વિશ્લેષણ મુજબ સલમાને વર્ષ ૨૦૧૦માં ‘વીર’ અને ‘દબંગ’ સાથે આ દાયકાનો આરંભ કર્યો હતો. તેણે દશકમાં ૧૬ ફિલ્મોમાં કામ કર્યું. આ ૧૬ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર કુલ રૂ. ૨૯૮૦ કરોડનો બિઝનેસ કર્યો. આનો સીધો અર્થ એ થયો કે તેને ફિલ્મદીઠ સરેરાશ રૂ. ૧૮૬ કરોડ મળ્યા. તેની આ મૂવિઝમાંથી ‘ટાઇગર ઝિન્દા હૈ’ અને ‘સુલતાન’ ઓલટાઇમ બ્લોકબસ્ટર, સાત બ્લોકબસ્ટર અને ચાર હિટ છે.

