કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ અને NRMના પ્રમુખપદના ઉમેદવાર યોવેરી મુસેવેનીએ જણાવ્યું હતું કે તેમણે ૧૨મી ડિસેમ્બરે કિગેઝી ઉપ-પ્રદેશમાં તેમનો પ્રચાર શરૂ કર્યો હતો. કબાલેમાં મુખ્ય સ્ટેડિયમ ખાતે ઝરમર વરસાદ વચ્ચે પ્રમુખ મુસેવેનીએ ભાષણ કર્યું હતું.
મુસેવેનીએ જણાવ્યું, ‘અમે રસ્તા બનાવ્યા અને તમામ વિસ્તારોમાં વીજળી પહોંચાડી છે. આ બધું અમારા દૂરંદેશીભર્યા નિર્ણયોને લીધે શક્ય બન્યું છે. અમે જાણતા હતા કે અમે એક કાર્ય કરીશું તો તે બીજા કાર્ય તરફ દોરી જશે અને અમે એ રીતે દેશને સમૃદ્ધ બનાવવામાં મદદ કરી છે. આ નિર્ણયોને લીધે જ સરકારે માળખાકીય વિકાસના કેટલાંક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. હવે પૂરતાં નાણાં હોવાથી હજુ બીજા પ્રોજેક્ટ હાથ ધરાશે.’
તેમણે આ પ્રદેશમાં NRMને મળી રહેલા સમર્થનની પ્રશંસા કરી હતી. મુસેવેનીએ પક્ષના અન્ય ફ્લેગ બેરર્સને સમર્થન ચાલુ રાખવા લોકોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું,‘ અમે સત્તા પર આવ્યા ત્યારથી NRMને સમર્થન આપવા બદલ કિગેઝીનો આભાર. NRMને સમર્થન આપતા રહેશો.’
NRMના ન્ડોર્વા વેસ્ટના ફ્લેગ બેરર ડેવિડ બહાતીએ કિગેઝીએ છેલ્લાં ૩૪ વર્ષમાં ઘણો વિકાસ કર્યો હોવાનું જણાવીને કહ્યું કે આ વિસ્તારમાંથી પ્રમુખ મુસેવેની અને પક્ષના અન્ય ફ્લેગ બેરર્સની તરફેણમાં ભારે મતદાન થશે.
મુસેવેની કબાલે મુખ્ય સ્ટેડિયમ ખાતે નિર્ધારિત સમય કરતાં થોડાં મોડા પહોંચ્યા હતા અને કબાલે, રૂકિયા, રુબાન્ડા અને કિસોરોના નેતાઓને મળ્યા હતા. મોડા પહોંચવા બદલ તેમણે સૌની માફી માગી હતી. તેમણે જણાવ્યું કે તેઓ માત્ર મત મેળવવા માગતા નથી. તેઓ થેન્ક્સ ગીવીંગ પ્રેયર્સ માટે એન્ટેબી ગયા હતા. પાછા ફરતી વખતે NRMના કેટલાંક લોકોએ તેમને અટકાવ્યા હતા. પરંતુ, તેઓ રેડિયો પર ભાષણ આપશે.

