ટાણે ટાણે શરીર વિનાને ધરતો તું પકવાન
ખરેખરો તું ખરનો ભ્રાતા ગઈ છે સુધને સાન
હિરામોતી સહુ શણગારો પહાણે વિંટી દીધા
એના નામે થાથા થૈયા જમતો માલમલીદા‘
સાધુ’, ‘સ્વામી’, સંત બનીને ગુરુ ગતકડાં કરતા
નીજના ખિસ્સાં ભરી ઠસોઠસ દેશ વિદેશે ફરતા.
‘માગ માગ માગે તે આપું ગઈકાલની વાત
ના આશીર્વાદો શાપ કોઈના નવી પાડ તું ભાત.
અંધ બનીને દોટ મૂકો છો આને કો’ છો ધરમ
જાગો હિન્દુ, ભાગો સૌ આ ભારંભારે ભરમ.
ના અક્ષય પાતર દ્રૌપદીના ના દુર્વાસાના શાપ
આ સઘળી છે કલ્પિત વાતો કંઈક તો રાખો માપ
ભગત હતો પ્રહલાદ હરિનો માનવ જાયો પૂત
અગ્નિએ જીવતો છોડ્યો‘તો કોઈ ના માને તૂત
દાદી બાંધો અમ્મર રાખડી પુત્તરના પુત્તરને.
તોય મર્યો અભિમન્યુ રણમાં એનો નહિ કો ઉત્તર
શીદને આવો ગળાડુબ્યો છું, આ છે બધા ગતકડાં,
મંદિર ચૌટે ગાય બિચારાં ગરીબ ગમાર ભગતડા
ઈશ્વર જો તું હોય કદાપિ જો આ ધમધમાધમચકડી
રોઈ પડીશ તું જોઈ જોઈને સાન ભૂલેલા હિન્દુડાંની પડતી
નીતિ રીતિ સદાચાર સૌ નફ્ફ્ટ નેવે મૂકી
ચોરી ચપકી છેલ છીનારૂ દીધો દેશને ફૂંકી
જેણે જેણે જનકલ્યાણે મહાન કાર્યો કીધાં
એ સૌને તેં ‘ઈશ’ બનાવી મંદિર બાંધી દીધાં
વ્યક્તિપૂજા દૂષણ તુજમાં અનેક પંથો પ્રસર્યા
સાચા ખોટા ગુરુને સ્વામી સાધુ સંતો નિસર્યા
‘એક જ પંથને એક જ ધરમ’ એ જ ખરો મારગ
‘સંપ હોય ત્યાં જંપ’ હંમેશા એ ‘જય’ની સાચી રગ
( આ કવિતામાં વ્યક્ત કરાયેલા વિચારો ડો. નગીનભાઈ પી પટેલના અંગત છે. અમોએ તેમની કવિતાને અહીં શબ્દશઃ રજૂ કરી છે.)
