કમ્પાલાઃ વર્ષોથી મેડીકલ બીલની પૂરી રકમ ન ચૂકવી હોય તેવા મૃતદેહો અને દર્દીઓને યુગાન્ડાની હોસ્પિટલો અટકમાં રાખતી હતી. યુગાન્ડા નેશનલ હેલ્થ યુઝર્સ એન્ડ કન્ઝ્યુમર્સ ઓર્ગેનાઈઝેશન (UHCO) જેવી સંસ્થાઓ આ કાયદાને વખોડતી હતી. જોકે, પ્રમુખ યોવેરી મુસુવેનીએ યુગાન્ડા મેડ઼િકલ એન્ડ ડેન્ટલ પ્રેક્ટિશનર્સ કાઉન્સિલને પેશન્ટ્સ ચાર્ટરની સમીક્ષા કરવા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મારફતે જણાવ્યું હતું.
જોકે, પ્રમુખ યોવેરી મુસુવેનીએ યુગાન્ડા મેડ઼િકલ એન્ડ ડેન્ટલ પ્રેક્ટિશનર્સ કાઉન્સિલને પેશન્ટ્સ ચાર્ટરની સમીક્ષા કરવા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મારફતે જણાવ્યું હતું. તેથી હવે પબ્લિક અને પ્રાઈવેટ હેલ્થ કેર ફેસિલીટીઝ એટલે કે હોસ્પિટલો મેડીકલ બીલ ન ચૂકવાયું હોય તેવા સંજોગોમાં મૃતદેહને અટકાવી રાખશે તો તે ગેરકાનૂની ગણાશે. પ્રમુખ મુસેવેનીએ જે નવા સૂધારા સૂચવ્યા તેમાંનો આ એક છે. તેમાં જણાવાયું છે કે હેલ્થ ફેસિલીટી કોઈ પ્રકારની અટકાયત માટેના ગેઝેટ સેન્ટર નથી તેથી તેઓ બીલ ન ચૂકવાયું હોય તો મૃતદેહ અટકાવી રાખે તે અનૈતિક છે. હોસ્પિટલ કોઈ મૃતદેહ અથવા દર્દીને અટકાવી રાખવા માગતી હોય તો સૌ પ્રથમ તો સોલિસિટર જનરલની પરવાનગી મેળવવાની રહેશે.
ચાર્ટરમાં દર્દીઓને જે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય ત્યાંથી અથવા બીજી જગ્યાએથી પ્રિસ્ક્રાઈબ્ડ દવાઓ મેળવી શકે તેવી સ્વતંત્રતા અપાઈ છે. દર્દીને સારવાર માટે રખાયા હોય તો તે કેટલાં દિવસ રહેવા માગે છે તેનો નિર્ણય લેવામાં હોસ્પિટલો, દર્દીઓને પણ સામેલ કરશે. હોસ્પિટલોએ પારદર્શિતા વધારવી પડશે અને હેલ્થ વર્કર્સ દ્વારા અપાયેલી ખોટી સારવાર અંગે દર્દીઓ તાકીદે જાણ કરી શકે તે માટે સજેશન બોક્સ મૂકવા જેવી કોર્પોરેટ પ્રેક્ટીસ અપનાવવી પડશે.
હોસ્પિટલોએ દર્દીઓ પાસેથી મહત્તમ માહિતી મળી રહે તે માટે ટોલ ફ્રી ટેલિફોન લાઈન્સ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયાનું સંચાલન કરવાનું રહેશે.

